પ્લેટિનમ જ્યુબિલી સ્ટ્રીટ પાર્ટીઓની માત્ર 16,000 અરજીઓ જ મંજૂર થયા પછી બ્રિટનના લાખો લોકોની ઉજવણી ન બગડે તે માટે મિનિસ્ટર્સે સ્થાનિક સત્તાવાળાઓને જ્યુબિલી સ્ટ્રીટ પાર્ટીઓની મંજૂરી વિશે ‘ફ્લેક્સીબલ’ રહેવા વિનંતી કરી છે. ઇવેન્ટ્સમાં અંદાજે 15 મિલિયન લોકો હાજર રહેશે તેમ લાગે છે.

ટોરી સાંસદોએ ચેતવણી આપી છે કે ‘કિલજોય’ કાઉન્સિલોએ રાણીના શાસનને ચિહ્નિત કરતા લોકોને અવરોધિત ન કરવા જોઈએ.

કલ્ચરલ મિનિસ્ટર ક્રિસ ફિલ્પે સ્થાનિક સત્તાવાળાઓને હળવો અભિગમ અપનાવવા વિનંતી કરી છે. ઘણી કાઉન્સિલોએ રસ્તા બંધ કરવા માટેની વહીવટી ફી માફ કરી દીધી છે. માર્ગ બંધ કરવા માટે સામાન્ય રીતે છ અઠવાડિયાની નોટિસની જરૂર હોય છે.

ક્વીન્સ ગ્રીન કેનોપી પહેલના ભાગ રૂપે કેટલાક વિસ્તારોમાં સ્મારક વૃક્ષારોપણ ચાલી રહ્યું છે.