ફાઇલ ફોટો. (ANI Photo/ PIB)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 13-14 જુલાઇએ ફ્રાન્સની મુલાકાત દરમિયાન હેલિકોપ્ટર એન્જિન માટે ટેકનોલોજી ટ્રાન્સફરભારતીય નેવી માટે ફાઇટર જેટની ખરીદી અને ભારતમાં સ્કોર્પિન સબમરીન મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની શક્યતા જેવા મુદ્દા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે તેવી શક્યતા છે.  

ભારત ફ્રાન્સ પાસેથી 26 રાફેલ અને 3 સ્કોર્પિન સબમરીન ખરીદી શકે છે. મોદીની આ મુલાકાત પહેલા ડિફેન્સ પોક્યુરમેન્ટ બોર્ડ (DPB)એ નૌકાદળ માટે રાફેલ એમ ફાઇટર જેટ્સ અને વધારાની સ્કોર્પિન ક્લાસ સબમરીનની ખરીદીની દરખાસ્તને મંજૂરી આપી હતી.  

ભારતીય નેવીને ચાર ટ્રેનર એરક્રાફ્ટ સાથે 22 સિંગલ-સીટેડ રાફેલ સીપ્લેન મળી શકે છે. નૌકાદળ આ ફાઈટર જેટ અને સબમરીનને તાત્કાલિક પ્રાપ્ત કરવા માટે દબાણ કરી રહી હતી કારણ કેદેશભરમાં સુરક્ષા પડકારોને ધ્યાનમાં રાખીને તેમની અછત અનુભવાય રહી હતી.એરક્રાફ્ટ કેરિયર INS વિક્રમાદિત્ય અને વિક્રાંત મિગ-29ને ફાઈટર એરક્રાફ્ટ રાફેલની જરૂર છે. આ દરમિયાન ત્રણ સ્કોર્પિન-ક્લાસ સબમરીન નેવી દ્વારા પ્રોજેક્ટ 75 ના ભાગ રૂપે રીપીટ ક્લોઝ હેઠળ હાંસિલ કરવામાં આવશે. એક અંદાજ મુજબ આ ડીલ 90 હજાર કરોડ રૂપિયાથી વધુની હશે. 

LEAVE A REPLY

3 × 2 =