ખેડૂતો માટે રાહતના સમાચાર એ છે કે હવામાન વિભાગે ૭ સપ્ટેમ્બરથી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. હવમાન વિભાગના જણાવ્યા અનુસાર ૭થી ૧૦ સપ્ટેમ્બર વચ્ચે અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ૭ સપ્ટેમ્બરે વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં, જ્યારે ૮ સપ્ટેમ્બરે સુરત, નવસારી, વલસાડ, નર્મદા, ભરૃચ, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, બોટાદમાં વરસાદ આવી શકે છે. ૯ સપ્ટેમ્બરે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરત, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં ભારે થી અતિભારે વરસાદ પડી શકે છે.