પોર્નોગ્રાફિક ફિલ્મો બનાવવાના કેસમાં રાજ કુન્દ્રાની સાથે સાથે મુંબઈ પોલીસે તેની પત્ની અને અભિનેત્રી શિલ્પા શેટ્ટીની પણ પૂછપરછ શરુ કરી છે. પોલીસ રાજ કુન્દ્રાને લઈને તેના જુહુ સ્થિત બંગલે પહોંચી હતી અને ત્યાં કુન્દ્રા અને તેની પત્ની શિલ્પા શેટ્ટીને સામ-સામે બેસાડીને પૂછપરછ કરી હતી. લગભગ 6 કલાક સુધી ચાલેલી પૂછપરછમાં શિલ્પા શેટ્ટીએ પોલીસને કહ્યું હતું કે, મને હોટશોટસ પર અપલોડ કરાતા કન્ટેન્ટ અંગે પૂરી માહિતી નથી. મારે આ એપ સાથે કોઈ લેવા દેવા નથી. શિલ્પાએ દાવો કર્યો હતો કે, આ એપ કુન્દ્રાની નહીં પણ તેના બનેવી પ્રદીપ બખ્શીની છે અને તેઓ જ તેનું સંચાલન કરતા હતા. રાજ કુન્દ્રા નિર્દોષ છે અને આ એપ પર જે વીડિયો છે તે પોર્ન નહી પણ ઈરોટિક કેટેગરીમાં આવે છે.
પોલીસને ખબર પડી હતી કે, શિલ્પા શેટ્ટીને રાજ કુન્દ્રાની હોટશોટ્સ એપ અંગે પૂરી માહિતી હતી અને કુન્દ્રાએ એપથી થતી કમાણીમાંથી મોટી રકમ શિલ્પાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી હતી. શિલ્પા કંપનીમાં ડાયરેક્ટ હતી પણ બાદમાં તેણે રાજીનામુ આપ્યું હતું.
શિલ્પા શેટ્ટીએ એવું પણ કહ્યું હતું કે, જે પ્રકારનુ કન્ટેન્ટ હોટશોટ્સ પર છે તેવું જ કન્ટેન્ટ બીજી એપ પર પણ છે. જે તેના કરતા પણ વધારે અશ્લીલ છે. જોકે શિલ્પા શેટ્ટીએ વીડિયોના પ્રોડક્શનમાં પોતાનો હાથ હોવાનો ઈનકાર કર્યો હતો અને કહ્યું હતું કે, આ બાબતે મને કોઈ માહિતી નહોતી.