બાઉન્સ બેક લોન સ્કીમનો દુરુપયોગ કરીને છેતરપિંડી કરવા બદલ દોષીત ઠરેલા સ્ટેનમોરના 46 વર્ષીય વેપારી રાજેશ ધીરજલાલ વાઘેલાને છ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. જેને 18 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવી છે. વાઘેલાને £2150 કોર્ટ ખર્ચ ચૂકવવાનો પણ આદેશ કરવામાં આવ્યો હતો.

રાજેશ વાઘેલાએ કરદાતાની લોનની ચુકવણી ટાળવાના પ્રયાસમાં તેમનો બિઝનેસ બંધ કરતા પહેલા £25,000ની લોન મેળવી હતી. સજા સંભળાવાય તે પહેલા તેમણે લોનની સંપૂર્ણ ચુકવણી કરી દીધી હતી.

છેલ્લા વર્ષમાં ઇન્સોલ્વન્સી સર્વીસીસ દ્વારા કોવિડ લોનના દુરુપયોગ માટે છ ફોજદારી કાર્યવાહી કરી તમામને દોષિત ઠેરવાયા હતા અને એકને તાત્કાલિક કેદ કરાઇ હતી.

ઇન્સોલ્વન્સી સર્વિસની ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ટીમના ચીફ ઇન્વેસ્ટિગેટર પીટર ફુલ્હેમે જણાવ્યું હતું કે “કોવિડ-19 નાણાકીય સહાય યોજનાઓનો દુરુપયોગ કરનારા ડિરેક્ટર્સે કરદાતાઓનું શોષણ કર્યું છે.’’

LEAVE A REPLY

two × 3 =