
બોલિવૂડ એક્ટ્રેસ રુકલપ્રીત સિંહ ‘ડૉક્ટર જી’માં છેલ્લે જોવા મળી હતી. ટૂંક સમયમાં તે ‘છતરીવાલી’ જોવા મળવાની છે. આ બંને જ ફિલ્મો મહિલાઓના રીપ્રોડક્ટીવ હેલ્થને લઈને છે. એક પોર્ટલ સાથે ચર્ચા દરમિયાન રકુલ પ્રીતે સ્કૂલોમાં યૌન શિક્ષણના મહત્વ અંગે વાત કરી અને કહ્યું કે આપણે દરેક યૌન શિક્ષણના મહત્વને સમજીએ છીએ પરંતુ તેને નજર અંદાજ કરી લઈએ છે.
રકુલ પ્રીત સિંહે એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે તેની નવી ફિલ્મ ‘છતરીવાલી’નું ટ્રેલર કહે છે કે આ જરૂરી છે અને આથી આ પુસ્તકો અને સિલેબસનો ભાગ છે. એક્ટ્રેસે કહ્યું કે, જેમ જેમ હું મોટી થતી ગઈ, હું વિચારતી હતી કે સેક્સ એજ્યુકેશન સમયની જરૂરત છે અને આ મહત્વપૂર્ણ પણ છે. સેક્સ એજ્યુકેશન તમને પ્રાકૃતિક માનવ પ્રગતિને સમજવામાં મદદ કરે છે. આપણે તેનાથી ભાગી શકીએ તેમ નથી. તેણે વધુમાં કહ્યું હતું કે, હું તે સમયે 9મા ધોરણમાં હતી. તે સમયે અમને પણ મહિલાના રીપ્રોડક્શન વિષય પર શીખવાડવામાં આવતા, અમે લોકો પણ શરમના માર્યા રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે ક્લાસ ખતમ થાય.
રકુલ પ્રીત સિંહે સેક્સ એજ્યુકેશન માટેની યોગ્ય ઉંમર અંગે પણ વાત કરી હતી. તેણે કહ્યું કે લોકોને શિક્ષિત કરવાની કોઈ યોગ્ય ઉંમર હોતી નથી. બાળક 13-14 વર્ષની ઉંમરમાં યુવાવસ્થામાં હોય છે અને આ યોગ્ય સમય છે કે તેમને સેક્સ એજ્યુકેશન અંગે જાણ કરવામાં આવે. આ સમય તેમને દરેક વસ્તુને શિક્ષિત કરવાનો યોગ્ય સમય છે. જો તેમને આ અંગેની સંપૂર્ણ જાણકારી હશે તો તેઓ કોઈ ખોટા કદમ નહીં ઉઠાવે.
થોડા દિવસ અગાઉ ‘છતરીવાલી’નું ટ્રેલર લોન્ચ થયું હતું. આ ફિલ્મથી રકુલ પ્રીત સિંહને ઘણી આશા છે. તેણે તેને પોતાનો ડ્રીમ પ્રોજેક્ટ કહ્યો છે. તેણે કહ્યું છે કે મારી મહેનત રંગ લાવશે. આજના પિતૃસત્તાત્મક સમાજમાં દરેક ઘરમાં એક સાન્યાની જરૂર છે, જે બાધાઓને તોડીને આગળ વધે છે. ફિલ્મમાં રકુલ સાન્યાના પાત્રમાં જોવા મળે છે. ફિલ્મમાં સાન્યા કોન્ડોમ ફેક્ટરીમાં ક્વોલિટી કંટ્રોલની હેડ છે. તેની સામે અભિનેતા સુમિત વ્યાસ છે. તેજસ પ્રભા વિજયે આ ફિલ્મને ડિરેક્ટ કરી છે અને રોની સ્ક્રૂવાલાએ તેને પ્રોડ્યુસ કરી છે. ‘છતરીવાલી’ ફિલ્મ 20 જાન્યુઆરીના રોજ OTT પ્લેટફોર્મ પર રીલિઝ થઈ છે.













