કેન્દ્ર સરકાર તરફથી અયોધ્યામાં વિશાળ અને ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે 15 સભ્યોના એક સ્વતંત્ર ટ્રસ્ટની રચના કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુપ્રીમ કોર્ટની ત્રણ મહિનાની સમય મર્યાદા ખતમ થવાના ચાર દિવસ પહેલા લોકસભામાં સંબંધિત જાહેરાત કરી.

ત્યારબાદ ટ્રસ્ટને કેન્દ્ર તરફથી એક રૂપિયાનું દાન આપવામાં આવ્યું, જે ટ્રસ્ટને મળેલું પહેલું દાન છે.વડાપ્રધાનની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળમાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં મંજૂરીના થોડી સમય બાદ પીએમ મોદીએ રામ મંદિર નિર્માણની યોજના અને તેના માટે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર નામના ટ્રસ્ટની રચનાની સૂચના લોકસભામાં આપી.

પીએમ મોદીએ કહ્યું કે, દેશના કરોડો લોકોની જેમ આ વિષય તેમના દિલની નજીક છે. તેના વિશે વાત કરવી મારા માટે એક મોટું સૌભાગ્ય છે. વડાપ્રધાને કહ્યું કે, મંત્રીમંડળનો નિર્ણય રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ મામલામાં ગથ 9 નવેમ્બરે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદા મુજબ છે.