કેલિફોર્નિયાના એનાહેમ ટાઉનમાં રહેતા રવિભાઈ અને ભારતીબેન શાહના નિવાસસ્થાને ગણેશ ચતુર્થી ઉત્સવની શાનદાર ઉજવણી કરાઇ હતી જેમાં જાણીતા ઉદ્યોગપતિ શ્રી સુરુ માણેક, શ્રી અરવિંદભાઈ જોષી (ભૂતપૂર્વ રેડીયો કલાકાર) તેમના મિત્રો અને પરિવારજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દર્શન અને પ્રસાદનો લાભ લીધો હતો.

પરિવાર દ્વારા છેલ્લા ૪૫ વર્ષથી અમેરીકામાં ખુબ ઉત્સાહથી આ ઉજવણી કરવામાં આવે છે. સ્થાપવામાં આવેલ ગણેશજીની મુર્તિ લગભગ ૨૦૩ વર્ષ પ્રાચિન છે અને તે છેલ્લી ૪ પેઢીથી મુંબઈના જયંતિલાલ વેણિલાલ શાહના પરીવારમાં દર વર્ષે ગણેશ ચતુર્થી વખતે સ્થાપવામાં આવે છે. શાહ પરીવારના ઉષાબેન જયેદ્રભાઈ શાહ, નીલાબેન જયંતિલાલ પરીખ અને ભારતીબેન કીરીટભાઈ મરચન્ટ અને પરિવારજનો ભેગા મળીને આ પ્રસંગ ઉજવે છે.

આ વખતે ખાસ ૧૨ જ્યોતિલીં ગની સ્થાપના કરાઇ હતી. તેમના કુટુંબી ગ્રાન્ડ ચિલ્ડ્રન્સે સુંદર ભાવ ગીત અને વક્તવ્ય આપ્યા હતાં. શ્રી કિર્તિભાઈ અને રેખાબેન દવેએ સુંદર ગીત-ભજનો રજુ કર્યા હતા. જેમને તબલા પર શ્રી ગોપાલભાઈ શ્રોફ અને ઢોલક અને મંજીરા પર વિજય જોષી, પ્રકાશ પંચોલી અને જગદિશ પુરોહિતે સાથ આપ્યો હતો.

(માહિતી અને તસવીર:- કાન્તિભાઈ મિસ્ત્રી, કેલિફોર્નિયા)

LEAVE A REPLY

two × 2 =