ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર એરોન ફિંચે ભારતના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને વર્લ્ડ ક્લાસ ખેલાડી તરીકે ઓળખ આપી છે. તેમણે કહ્યું હતું કે, રવિન્દ્રએ તેની રમતમાં વૈવિધ્યતા દાખવી હોવાથી તે આ સ્તરેએ પહોંચ્યો છે. તે જે ટીમમાં હોય ત્યાં બેલેન્સ લાવે છે.
આઇપીએલની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં તાજેતરની એક મેચમાં રવિન્દ્ર જાડેજાએ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે 43 રન કરીને ત્રણ વિકેટ પણ લીધી હતી, જેને કારણે પંજાબ કિંગ્સ સામે ચેન્નાઈનો 28 રનથી વિજય થયો હતો અને જાડેજાને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
એરોન ફિંચે વધુ જણાવ્યું હતું કે રવિન્દ્ર જાડેજા એક અદભુત ખેલાડી છે. તેનામાં વૈવિધ્યતા છે. અને તેને કારણે જ તે અસરકારક બની ગયો છે. બોલિંગમાં તો તે ઘણો અસરકારક છે અને વિકેટો લે છે. વર્તમાન આઇપીએલ ટુર્નામેન્ટમાં જાડેજાનો ઇકોનોમી રેટ પણ ઘણો સફળ રહ્યો છે. તે આઠ કરતા ઓછા રન પ્રતિઓવરની સરેરાશથી બોલિંગ કરે છે. ફિંચ એ બાબતથી પણ પ્રભાવિત થયો હતો કે જાડેજાએ રવિવારે ચેન્નાઈના 169 રનના સ્કોરને બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને તેન ચાર ઓવરની મર્યાદામાં માત્ર 20 જ રન આપીને ત્રણ વિકેટ લીધી હતી.

LEAVE A REPLY