FILE PHOTO: REUTERS/Adnan Abidi/File Photo

આઇટી નિયમોનો વારંવાર ઉલ્લંઘન કરવા બદલ  કડક કાર્યવાહી કરતા RBIએ બુધવાર (24 એપ્રિલ)એ કોટક મહિન્દ્રા બેંકને તેના ઓનલાઈન અને મોબાઈલ બેંકિંગ માધ્યમો દ્વારા નવા ગ્રાહકોને લેવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આઈટીમાં ગંભીર ખામીઓ મળ્યા પછી તાત્કાલિક અસરથી નવા ક્રેડિટ કાર્ડ્સ જારી કરવા પર પણ પ્રતિબંધ મૂક્યો હતો.

આરબીઆઈએ જણાવ્યું હતું કે, વર્ષ 2022 અને 2023 માટે રિઝર્વ બેંકની બેંકના આઇટી એક્ઝામિનેશન અને બેન્ક દ્વારા આ ચિંતાઓને વ્યાપક અને સમયસર રીતે સંબોધવામાં સતત નિષ્ફળતાને કારણે આ પગલાં જરૂરી છે.

આવી જ કાર્યવાહીમાં અગાઉ આરબીઆઈએ ડિસેમ્બર 2020માં HDFC બેંક પર નવા કાર્ડ જારી કરવા અને નવી ડિજિટલ પહેલ શરૂ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. બાદમાં માર્ચ 2022માં પ્રતિબંધો હટાવવામાં આવ્યાં હતાં.

કોટક મહિન્દ્રા બેંક સામેની સુપરવાઇઝરી કાર્યવાહી અંગેના એક નિવેદનમાં આરબીઆઈએ કહ્યું હતું કે આઈટી ઇન્વેન્ટરી મેનેજમેન્ટ, પેચ એન્ડ ચેન્જ મેનેજમેન્ટ, યુઝર એક્સેસ મેનેજમેન્ટ, વેન્ડર રિસ્ક મેનેજમેન્ટ, ડેટા સિક્યુરિટી અને ડેટાના ક્ષેત્રોમાં ગંભીર ખામીઓ અને બિન-અનુપાલન જોવા મળ્યા હતા.

 

LEAVE A REPLY

nine + six =