યુક્રેનમાંથી પોલેન્ડમાં આવતા શરણાર્થીઓને સ્વયંસેવકો માહિતી પુસ્તિકા આપી રહ્યાં છે. REUTERS/Fabrizio Bensch

રશિયાના આક્રમણને પગલે યુક્રેનના આશરે 3.68 લાખ લોકોએ પોતાનો દેશ છોડીને પડોશી દેશોમાં શરણુ લીધું છે અને આ સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રવિવારે યુએન હાઇ કમિશનર ફોર રેફ્યુજીએ જણાવ્યું હતું કે પોલેન્ડ-યુક્રેન ક્રોસિંગ પર કારની 14 કિમી લાંબી લાઇનો લાગી છે. આવા મોટા ભાગના શરણાર્થીઓ મહિલાઓ અને બાળકોએ છે. આ લોકો સામે લાંબા ટ્રાફિક ઉપરાંત થીજી જવાય તેવી ઠંડીનો પણ પડકાર છે. પોલેન્ડ સરકારે શનિવારે જણાવ્યું હતું કે છેલ્લાં 48 કલાકમાં યુક્રેનમાંથી આશરે એક લાખ લોકો પોલેન્ડમાં આવ્યા છે.