(ANI Photo/ Dr S Jaishankar Twitter)

અમદાવાદમાં પોતાના એક પુસ્તકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન કરવાના એક કાર્યક્રમમાં ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે જણાવ્યું હતું કે વિદેશ નીતિ પર વોટ બેન્કનું રાજકારણ હાવી બને તે દિવસો હવે પૂરા થયા છે અને ભારતના ઇઝરાયલ સાથેના સંબંધો તેનો પુરાવો છે.

આ સમારંભમાં એસ. જયશંકરના પુસ્તક ‘The India Way: Strategies for an Uncertain World’.ના ગુજરાતીમાં અનુવાદિત પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે સંઘર્ષ વર્ષોથી ચાલુ છે. આપણે કેટલાંક રાજકીય કારણોસર ઇઝરાયેલ સાથેના સંબંધોને વિકસાવ્યા ન હતા. વડાપ્રધાન મોદી ઇઝરાયેલની મુલાકાત લેનારા ભારતના પ્રથમ વડાપ્રધાન છે. સમગ્ર દેશ જાણે છે કે આ સંબંધોથી આપણને લાભ થયો હોત. પરંતુ વોટબેન્કના રાજકારણને કારણે વિદેશ નીતિને અસર થઈ હતી. પરંતુ હવે આ દિવસો પૂરા થયા છે.

તેમણે જણાવ્યું હતું કે આઝાદી સમયે દેશનું વિભાજન, આર્થિક સુધારામાં આશરે 15 વર્ષ જેટલું મોડું થવું અને પરમાણુ શક્તિ તરીકે પ્રસ્થાપિત થવામાં વિલંબ આ ત્રણ એવી બાબતો છે કે જેની દેશના સામાજિક અને આર્થિક વિકાસ ઉપર અસર થઇ છે અને તેનાથી દેશને નુકસાન થયું છે.

એસ. જયશંકરે ભારત સરકારમાં 38 વર્ષ સુધી ડીપ્લોમેટ તરીકે ફરજ બજાવી હતી. પોતાના પુસ્તકમાં તેમણે ભારતના પૌરાણિક ઈતિહાસ અને તેના સંદેશ થકી ભારત વૈશ્વિક રીતે અનિશ્ચિત સમયમાં પોતાના માર્ગ કેવી રીતે કાઢી આગ વધી શકે તે અંગે ચાર દાયકાના અનુભવના આધારે પોતાના વિચાર રજુ કર્યા છે.

વિદેશ પ્રધાને જણાવ્યું હતું કે ભારતે હવે તેની ભૂતકાળની વિચારસરણી છોડી દેવાનો સમય આવી ગયો છે. આ વિચારસરણી દેશને એક સીમાડામાં બાંધી દે છે. “ભારતે હવે હિન્દ મહાસાગરની સીમાની બહાર, પેસિફિક મહાસાગર વિશે પણ વિચારવું જોઈએ. ભારતનો ૫૦ ટકા વ્યાપાર આ પેસિફિક સમુદ્રથી બહાર થાય છે.

LEAVE A REPLY

two + fifteen =