પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ફેસબુક, નેટફ્લિક્સ, પેપાલ અને એમેઝોનના એકાઉન્ટમાંથી ચોરેલી બેંક ડીટેઇલ્સ અને ડેટાને છેતરપીંડી કરનાર ઠગોને 56 પેન્સ જેવી મામુલી રકમ માટે વેચનાર ઓનલાઈન માર્કેટપ્લેસ જેનેસિસ માર્કેટ સાયબર ક્રાઈમ વેબસાઇટ આંતરરાષ્ટ્રીય સ્ટિંગ ઓપરેશન પછી પોલીસ દ્વારા બંધ કરવામાં આવી છે.

યુકેની નેશનલ ક્રાઈમ એજન્સી (NCA), એફબીઆઈ અને ડચ પોલીસની આગેવાની હેઠળના ઓપરેશનમાં ગઈકાલે જિનેસસ માર્કેટને ઑફલાઇન કરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં વિશ્વભરની સત્તર લો એન્ડ એન્ફોર્સમેન્ટ એજન્સીઓએ સામેલ થઇ હતી.

આ સાઇટ પીડિતો સાથે છેતરપિંડી કરવા માટે ગુનેગારોને જાણે કે સેવા આપતી હતી. મેલીસીયસ ટેક કરીને લોકોના કોમ્પ્યુટર્સ, મોબાઇલ વગેરેમાંથી ચોરવામાં આવેલી માહિતી ધરાવતા “બોટ્સ” વેચવામાં આવ્યા હતા.

જિનેસિસ માર્કેટે નેટફ્લિક્સ અને પેપાલ એકાઉન્ટ્સમાંથી ચોરાયેલી વ્યક્તિગત માહિતીના 80 મિલિયન સેટ હોસ્ટ કર્યા હતા. તો 20 લાખથી વધુ લોકોની “ડિજિટલ ફિંગરપ્રિન્ટ્સ” વેચવા મૂકી હતી.

માનવામાં આવે છે કે હજારો બ્રિટીશ લોકોને નિશાન બનાવવામાં આવ્યા છે અને યુકેના સેંકડો લોકોની ઓળખ કરાઇ હતી. એનસીએ દ્વારા દેશભરમાં દરોડા પાડી 31 વોરંટ દ્વારા 24 લોકોની ધરપકડ કરાઇ હતી. શંકાસ્પદ લોકોમાં 34 અને 36 વર્ષની વયના બે પુરુષો છે, જેમની ગ્રીમ્સબીમાં કોમ્પ્યુટર મિસયુઝ એક્ટ હેઠળ છેતરપિંડી અને ગુનાની શંકાના આધારે ધરપકડ કરવામાં આવી હતી. તો વિશ્વભરમાં કુલ 120 ધરપકડો કરી 200 થી વધુ લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. NCA સ્પૂફ ડિસ્ટ્રિબ્યુટેડ ડિનાયલ-ઓફ-સર્વિસ સાઇટ્સ બનાવીને ગુનેગારોને નિશાન બનાવી રહી છે.

LEAVE A REPLY

11 + 4 =