Revised policy for foreign trade in rupees
(istockphoto.com)

ભારત સરકારે રૂપિયામાં આંતરરાષ્ટ્રીય વેપારના પેમેન્ટ અને સેટલમેન્ટને મંજૂરી આપવા માટે વિદેશ વેપાર નીતિમાં સુધારો કર્યો છે. આની સાથે ડોમેસ્ટિક કરન્સીમાં વિદેશ વેપાર માટે રિઝર્વ બેન્કે જાહેર કરેલી વ્યવસ્થાતંત્ર પણ અમલી બની છે.  

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળના ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી)એ વિદેશ વેપાર નીતિમાં ફેરફારનું નોટિફિકેશન જારી કર્યું છે.  

ફોરેન ટ્રેડ પોલિસીમાં સુધારો કરાતા હવે ભારતમાં આંતરરાષ્ટ્રીય વેપાર પેટેના નાણાંકીય વ્યવહાર ભારતીય રૂપિયામાં થઈ શકશે.  

ભારતીય ચલણમાં વેપાર કરવાની વ્યવસ્થા માટે  કોઈપણ વેપાર ભાગીદાર દેશની સંબંધિત બેન્કોમાં ખાસ રુપી વોસ્ટ્રો એકાઉન્ટસ ખોલવા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ભારતમાંની ઓથોરાઈઝડ બેન્કોને મંજુરી આપી છે.આ વ્યવસ્થા હેઠળ દેશના આયાતકારો, નિકાસકાર દ્વારા જે બિલ મોકલવામાં આવશે તે બિલ સામે સંબંધિત વેપાર ભાગીદાર દેશના વોસ્ટ્રો એકાઉન્ટમાં રૂપિયામાં પેમેન્ટ કરી શકશે. 

આવી જ રીતે ભારતના માલસામાન તથા સેવાના નિકાસકારો ભારતીય રૂપિયામાં પેમેન્ટ  મેળવી શકશે. યુક્રેન પર આક્રમણ બાદ રશિયાનો  અનેક દેશો સાથે વેપાર વ્યવહાર અટકી પડયા બાદ ભારત તથા રશિયા વચ્ચે વેપાર વ્યવહાર રૂપિયામાં શરૂ કરવાનો વિચાર વહેતો થયો હતો. 

LEAVE A REPLY

2 × four =