સોમવાર તા. 22ના રોજ  RHS ચેલ્સિ ફ્લાવર શો ખાતે પ્રથમ વખત ગાર્ડનીંગની ચેમ્પિયનિંગ પ્રતિબદ્ધતાને માન્યતા આપવા માટે મહામહિમ રાજા ચાર્લ્સ III અને રાણી કેમિલા દ્વારા હર મેજેસ્ટીના ભવ્ય શાસનની કાયમી યાદમાં ધ એલિઝાબેથ મેડલ ઑફ ઓનર આપવામાં આવ્યા હતા.

એલિઝાબેથ મેડલ ઓફ ઓનર તમામ પેઢીઓ અને પર્યાવરણના લાભ માટે હોર્ટીકલ્ચરના વિજ્ઞાન, કલા અથવા અભ્યાસની પ્રગતિમાં નોંધપાત્ર અસર કરવા બદલ બ્રિટીશ નોન-હોર્ટીકલ્ચરીસ્ટ, આંતરરાષ્ટ્રીય નોન-હોર્ટીકલ્ચરીસ્ટ અને હોર્ટીકલ્ચરીસ્ટને અપાશે. આ મેડલ હર મેજેસ્ટીના શાસનના 70 વર્ષના સંદર્ભમાં કોઈપણ સમયે 70 પ્રાપ્તકર્તાઓ સુધી મર્યાદિત રહેશે.

આ વખતે એવોર્ડ મેળવનારાઓમાં વિશ્વ વિખ્યાત ગાર્ડન ડિઝાઈનર પીટ ઓડોલ્ફ, બેરોનેસ જેનેટ ફુક્સ, ડીબીઈ અને પર્યાવરણ ચેમ્પિયન જુડી લિંગ વોંગ, સીબીઈનો સમાવેશ કરાયો છે.

નવા મેડલ વિશે બોલતા આરએચએસના પ્રમુખ કીથ વીડે કહ્યું હતું કે “રોયલ હોર્ટિકલ્ચરલ સોસાયટી ભાગ્યશાળી હતી કે તેને રાણી પેટ્રન તરીકે મળ્યા હતા. આ એવોર્ડ હર મેજેસ્ટીના ભવ્ય શાસન અને આરએચએસ ચેલ્સિ ફ્લાવર શોની તેમની મુલાકાતો અને વ્યાપક કાર્ય દ્વારા UK હોર્ટીકલ્ચરના પ્રોફાઇલને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વધારવા માટે કરેલા કાર્ય બંનેની ઉજવણી કરે છે.

LEAVE A REPLY

fourteen + 17 =