Does not consider Britain a racist country: Rishi Sunak
(Photo by Hannah McKay-Pool/Getty Images)

આ અહેવાલ લખાઇ રહ્યો છે ત્યારે સાંજે 5-15 કલાકે વડા પ્રધાનપદના દાવેદાર ઋષિ સુનકને સૌથી વધુ 45 એમપીનું સમર્થન મળ્યું હોવાના હેવાલો છે. હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ રેસમાંથી બહાર નીકળી ગયા છે અને તેમણે લીઝ ટ્રસને સમર્થન આપ્યું હોવાનું કહેવાય છે.

હાલમાં દસ ઉમેદવારો સ્પર્ધા કરી રહ્યા છે જેમાં લિઝ ટ્રુસ, ઋષિ સુનક, પેની મોર્ડાઉન્ટ, સુએલા બ્રેવરમેન અને ટોમ ટૂગેન્ધાતે અત્યાર સુધી જરૂરી નોમિનેશન મેળવી લીધા છે.

રાઇટ વિંગર્સ એમપી સાંજના 6 વાગ્યા સુધીમાં 20 એમપીના નોમિનેશન થ્રેશોલ્ડ મેળવવામાં સંઘર્ષ કરે છે. સૌથી આગળ દોડતા સુનકને ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર ડોમીનીક રાબ, ભૂતપૂર્વ હેલ્થ સેક્રેટરી મેટ હેનકોક અને ગ્રાન્ટ શૅપ્સનું  સમર્થન છે.

સુનકે વેસ્ટમિન્સ્ટર ખાતેના કાર્યક્રમમાં, બોરિસ જૉન્સનના વખાણ કરી તેમને અત્યાર સુધી મળેલા સૌથી નોંધપાત્ર લોકોમાંના એક તરીકે વર્ણવ્યા હતા, જેમની પાસે ‘સારૂ હૃદય’ છે – પરંતુ તે હવે ‘કામ કરતું નથી’ એમ જણાવ્યું હતું. સુનકે માત્ર ચાર પત્રકારોના જ જવાબ આપ્યા હતા. પણ તેમને ભીડ દ્વારા હેક કરાયા હતા.

અન્ય ઉમેદવારો જેરેમી હંટ, નાધિમ ઝહાવી, સાજિદ જાવિદ, સુએલા બ્રેવરમેન અને કેમી બેડેનોચ સમર્થકોની કમી અનુભવી રહ્યા છે.

ઝહાવીએ જરૂરી 20 નોમિનેશન મેળવ્યા હોવાનો અને સાથીઓએ તેઓ 30ના માર્કથી વધુ એમપીઓનું સમર્થન હોવાનું જણાવે છે. જાવિદના સાથીઓ પણ તેઓ હજી પણ થ્રેશોલ્ડ સુધી પહોંચવામાં વિશ્વાસ ધરાવે છે એમ જણાવે છે. તેઓ સુનકને ટેકો આપશે કે કેમ તે નક્કી નથી.

ચેનલ 4 શુક્રવારે સાંજે 7 વાગ્યે બાકીના ઉમેદવારો સાથે ટોરી લીડરશીપ ડિબેટ યોજનાર છે. ITV રવિવારે સાંજે 7 વાગ્યે અને સ્કાય ન્યૂઝ સોમવારે સાંજે 7 વાગ્યે ચર્ચા કરનાર છે.

કેર સ્ટાર્મર બુધવારે સંસદમાં બોરિસ જૉન્સનની સરકાર સામે અવિશ્વાસના મત માટે દબાણ કરી રહ્યા છે.

કોણ કોનું સમર્થન કરે છે?

ઋષિ સુનક – 45 એમપી

ટેકેદારો: ડોમિનિક રાબ, ગ્રાન્ટ શેપ્સ, એન્જેલા રિચાર્ડસન, માર્ક હાર્પર, ઓલિવર ડોડેન, માર્ક સ્પેન્સર, રોબર્ટ જેનરિક, મેટ હેનકોક.

પેની મોર્ડાઉન્ટ – 25 એમપી

ટેકેદારો: ડેવિડ ડેવિસ, એન્ડ્રીયા લીડસમ, મારિયા મિલર, ડેમિયન કોલિન્સ, હેરિયેટ બાલ્ડવિન

લિઝ ટ્રુસ – 21 એમપી

ટેકેદારો: થેરેસી કોફી, ક્વાસી ક્વાર્ટેંગ, જેમ્સ ક્લેવર્લી, નાદીન ડોરીસ, જેકબ રીસ-મોગ, સિમોન ક્લાર્ક

ટોમ ટૂગન્ધાત – 20 એમપી

ટેકેદારો: ડેમિયન ગ્રીન, જ્હોન સ્ટીવન્સન, કેરોલાઇન નોક્સ, એરોન બેલ, રોબર્ટ લાર્ગન, સ્ટીફન હેમન્ડ