ઉત્તરપ્રદેશની અમેઠી અને રાયબરેલી બેઠકો માટે કોંગ્રેસે હજુ તેનાં ઉમેદવાર જાહેર કર્યા નથી. આ બંને બેઠકો પર કોંગ્રેસનું વર્ચસ્વ હતું. 2019ની ચૂંટણીમાં અમેઠી બેઠક પરથી રાહુલ ગાંધીની ભાજપનાં ઉમેદવાર સ્મૃતિ ઇરાની સામે હાર થતાં ઇતિહાસ સર્જાયો હતો, જ્યારે રાયબરેલીમાં સોનિયા ગાંધી ચૂંટાયા હતા. પરંતુ આ વખતે સોનિયા ગાંધી રાજ્યસભાના સભ્ય બન્યા છે. આ બંને સીટ પરથી કોને મેદાનમાં ઉતારવા? તે પ્રશ્નને લઈને કોંગ્રેસ મૂંઝવણમાં છે. સોનિયા ગાંધીના જમાઈ અને પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘‘અમેઠીના લોકો ઈચ્છે છે કે હું આ બેઠક પરથી ચૂંટણી લડું અને તેમના મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરું. વર્ષો સુધી ગાંધી પરિવારે રાયબરેલી, અમેઠીમાં ખૂબ જ મહેનત કરી છે. અમેઠીના લોકો હકીકતમાં વર્તમાન સાંસદ (સ્મૃતિ ઇરાની)થી પરેશાન છે, મતદારોને લાગે છે કે તેમણે સ્મૃતિ ઇરાનીને જીતાડીને ભૂલ કરી છે. મને લાગે છે કે હવે અમેઠીના લોકોની ઈચ્છા છે કે ગાંધી પરિવારનો કોઈ સભ્ય આ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે.’’

LEAVE A REPLY

15 − 7 =