(Photo credit - DOMINIC LIPINSKI/AFP via Getty Images)

શાહી પરિવારે વિલિયમ અને હેરી વચ્ચેના અણબનાવ અંગેના ‘અતિશય અને પાયાવિહોણા દાવાઓ’ એક ડોક્યુમેન્ટરીમાં પ્રસારિત કરવા માટે બીબીસી પર ગુસ્સો વ્યક્ત કર્યો છે. બીજી તરફ મેગને તેના વિશેની નકારાત્મક વાર્તાઓ ‘ખોટી’ છે તે જણાવવા તેના વકીલને શોમાં મોકલ્યા હતા. આ એપિસોડમાં એવા દાવાઓનો સમાવેશ થાય છે કે અન્ય શાહી પરિવારોના લોકોએ હેરી અને મેગન અંગે માહિતી આપી હતી.

‘ધ પ્રિન્સેસ એન્ડ ધ પ્રેસ’ નામની બે ભાગની BBC2 શ્રેણીનો એક ભાગ પ્રસારિત કરાયા પછી બકિંગહામ પેલેસ, કેન્સિંગ્ટન પેલેસ અને ક્લેરેન્સ હાઉસ દ્વારા સંયુક્ત નિવેદનમાં બીબીસી વીરૂધ્ધ ટિપ્પણી કરી કહ્યું હતું કે તે ‘નિરાશાજનક’ છે કે પ્રસારણકર્તાએ હેરી અને મેગનના બ્રિટનમાંથી વિદાયને લગતા આરોપોને પ્રસારિત કરવાનું પસંદ કર્યું હતું. ‘સ્વસ્થ લોકશાહી માટે એક મુક્ત, જવાબદાર અને ખુલ્લું પ્રેસ મહત્વપૂર્ણ છે. જો કે, અનામી સ્ત્રોતોમાંથી ઘણી વાર વધુ પડતાં અને પાયાવિહોણા દાવાઓને તથ્યો તરીકે રજૂ કરવામાં આવે છે અને જ્યારે BBC સહિત કોઈપણ તેમને વિશ્વસનીયતા આપે છે ત્યારે તે નિરાશાજનક હોય છે.’’

બકિંગહામ પેલેસે કથિત રીતે બીબીસી સાથેના ભાવિ પ્રોજેક્ટ્સના બહિષ્કારની ધમકી આપી છે. પ્રથમ એપિસોડ પ્રસારિત થાય તે પહેલાં શાહી દરબારીઓને કાર્યક્રમ જોવાની મંજૂરી આપવામાં આવી ન હતી.

શોના પ્રસ્તુતકર્તા, BBC મીડિયા એડિટર અને રેડિયો 4 પ્રસ્તુતકર્તા અમોલ રાજને જણાવ્યું હતું કે ‘’એપિસોડમાં મેગનનું પ્રતિનિધિત્વ કરતી શિલિંગ્સની વકીલ સુશ્રી આફિયા ડચેસની પરવાનગીથી બોલી રહી હતી.’’

એક દુર્લભ ઓન-કેમેરા ઇન્ટરવ્યુમાં, આફિયાએ આગ્રહ કર્યો હતો કે ડચેસ વિશે છપાયેલા બુલીઇંગના દાવાઓ ‘ખોટા’ હતા અને તેણીએ ‘વર્ણન’ નકારી કાઢ્યું હતું કે ભૂતપૂર્વ સુટ્સ અભિનેત્રી ‘સાથે કામ કરવું મુશ્કેલ’ હતું.

આ ડોક્યુમેન્ટ્રીમાં સસેક્સ વિશે વિવાદાસ્પદ ‘ફાઇન્ડિંગ ફ્રીડમ’ પુસ્તકના સહ-લેખક એવા પત્રકાર ઓમિડ સ્કોબીના દાવાઓ રજૂ કરાયા હતા. એક ખાનગી ડિટેક્ટીવે માફી માંગી સ્વીકાર્યું હતું કે તેણે 2004માં પ્રિન્સ હેરીની તત્કાલીન ગર્લફ્રેન્ડ ચેલ્સી ડેવીને નિશાન બનાવી હતી.  શોમાં એવો પણ દાવો કરાયો હતો કે પ્રિન્સ ચાર્લ્સ જ્યારે ઓમાનની શાહી સફર પર હતા ત્યારે મેગન માર્કલ સાથેના તેમના સંબંધોના પ્રેસના કવરેજની ટીકા કરતું નિવેદન બહાર પાડવાના હેરીના પ્રેસ સેક્રેટરી દ્વારા લેવામાં આવેલા નિર્ણયથી પ્રિન્સ ચાર્લ્સ પર અસર પડી હતી.