RRR creates history, Golden Globe Award for 'Natoo Natoo' song
કેલિફોર્નિયામાં બેવર્લી હિલ્સ ખાતે 80મા વાર્ષિક ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં સમારંભમાં ફિલ્મ "RRR"ને "નાટુ નાટુ" માટે શ્રેષ્ઠ ગીત માટેના એવોર્ડ મળ્યો હતો. ટ્રોફી સાથે એમ.એમ. કીરવાણીREUTERS/Mario Anzuoni

એસ એસ રાજમોલીની બ્લોકબસ્ટર તેલુગુ ફિલ્મ RRR એ ગોલ્ડન ગ્લોબ જીતીને ઈતિહાસ રચ્યા બાદ ભારતીયો ઉજવણી કરી રહ્યા છે. ભારત માટે તે પ્રથમ એવોર્ડ છે. ફિલ્મના લોકપ્રિય ગીત ‘નાટૂ નાટૂ’ને (નાચો નાચો) બેસ્ટ ઓરિજિનલ સોંગનો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મળ્યો છે. ટેલર સ્વિફ્ટ અને રીહાન્ના જેવા હેવીવેઇટ્સને હરાવીને આ ગીતે બાજી મારી હતી.

આ હિટ ગીત 2021માં યુક્રેનના પ્રેસિડન્ટ વોલોડીમિર ઝેલેન્સકીના સત્તાવાર નિવાસસ્થાનની સામે ફિલ્માવવામાં આવ્યું હતું. એવોર્ડ સ્વીકારતા, સંગીતકાર એમએમ કીરવાણીએ કહ્યું કે તેઓ ગીતની સફળતાથી રોમાંચિત છે.
ભારતમાં વડ પ્રધાન નરેન્દ્ર મોદી સહિત ઘણા ભારતીયોએ આ સમાચાર અંગે આનંદ વ્યક્ત કરીને આરઆરઆર ટીમને અભિનંદન આપ્યા હતા. મોદીએ ટીમને અભિનંદન આપતાં કહ્યું હતું કે “પ્રતિષ્ઠિત સન્માનથી દરેક ભારતીયને ખૂબ ગર્વ થયો છે.”.

ઓસ્કાર વિજેતા સંગીતકાર એ.આર. રહેમાને આ જીતને “નિર્ણાયક વળાંક” હતો. જોકે આ ફિલ્મ બેસ્ટ નોન ઇંગ્લિશ લેંગ્વેજ ફિલ્મનો એવોર્ડ મેળવી શકી નથી. આ એવોર્ડ આર્જિન્ટિાના 1985ને મળ્યો છે.

વિશ્વભરમાં રૂ.1,200 કરોડની કમાણી કરનારી આરઆરએસ ફિલ્મને સંખ્યાબંધ આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળ્યા છે. RRR એ વિવિધ ઓસ્કાર કેટેગરીમાં માટે પણ રજૂઆત કરી છે. અમેરિકાના બેવર્લી હિલ્સ ખાતે આયોજિત અવૉર્ડ સમારોહમાં RRR કલાકારો જુનિયર એનટીઆર અને રામચરણ સાથે ડિરેક્ટર રાજામૌલી પણ હાજર રહ્યા હતા.

જામૌલી દ્વારા નિર્દેશિત ‘RRR’ રાષ્ટ્રવાદ અને ભાઈચારો પર આધારિત છે. આમાં પ્રખ્યાત અભિનેતા રામચરણ અને જુનિયર એનટીઆર મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં આ બે વાસ્તવિક જીવનના ભારતીય ક્રાંતિકારીઓ અલ્લુરી સીતારામ રાજુ અને કોમારામ ભીમે ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ આઝાદી પૂર્વેની કાલ્પનિક વાર્તા પર આધારિત છે. “RRR” નામ “Rise Roar Revolt” માટે ટૂંકું છે, કારણ કે તે બ્રિટિશરો અને હૈદરાબાદના નિઝામ સામે ભારતીય સ્વતંત્રતા સંગ્રામનો ઇતિહાસ દર્શાવે છે.

બેસ્ટ ફિલ્મ ડ્રામા- ફેબેલમેન
શ્રેષ્ઠ ટેલિવિઝન સિરિઝ, ડ્રામા- હાઉસ ઓફ ધ ડ્રેગન
શ્રેષ્ઠ ટેલિવિઝન શ્રેણી, મ્યુઝિકલ અથવા કોમેડી- એબોટ એલિમેન્ટરી
બેસ્ટ એક્ટર ટીવી- કેવિન કોસ્ટનર (યલોસ્ટોન)
બેસ્ટ ડાયરેક્ટર- સ્વીટન સ્પીલબર્ગ (ફેબલેન્સ)
બેસ્ટ ફિલ્મ- આર્જન્ટિના 1985 (નોન ઇંગ્લીશ

LEAVE A REPLY

10 + 19 =