પ્રતિકાત્મક તસવીર (istockphoto)

2 જુલાઈ 1918ના રોજ જર્મન યુ-બોટ દ્વારા ડૂબાડી દેવાયેલા એસએસ શિરાલા જહાજના ભંગારમાંથી મળી આવેલી 10 રૂપિયાની બે નોટોની લંડનના નૂનાન્સ મેફેર ખાતે હરાજી કરાતા  29 મે, 2024ના રોજ અનુક્રમે £6,500 અને £5,500 ઉપજ્યા હતા.

નૂનાન્સ ખાતે બૅન્કનોટ્સ વિભાગના વડા, એન્ડ્રુ પેટિસને ટિપ્પણી કરી: “બે નોટો ભારતીય નોટોના સંગ્રહકર્તાઓ દ્વારા ભારતમાંથી ખરીદવામાં આવી હતી.’’

નૂનાન્સ ખાતે ન્યુમિસ્મેટિક્સના વિશ્વવ્યાપી વડા, થોમસિના સ્મિથે કહ્યું હતું કે “આ નોટોના આખા બ્લોક્સ અને મુરબ્બાથી લઈને દારૂગોળા સુધીની ઘણી બધી સામગ્રી સાથેનું જહાજ લંડનથી બોમ્બેથી જઈ રહ્યું હતું ત્યારે જહાજ ડૂબાડી દેવાયું હતું. સહી વગરની 5 અને 10 રૂપિયા સહિતની ઘણી નોટો કિનારે તરતી મળી હતી જેનો સત્તાવાળાઓ દ્વારા નાશ કરાયો હતો. પણ ઘણી નોટો ખાનગીમાં લોકો પાસે સચવાયેલી હતી.‘’

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments