સ્વામી વિવેકાનંદે એક વખત કહ્યું હતું કે પ્રાર્થના કરવા કરતા બોલને કિક મારવાથી તમે ભગવાનની વધુ નજીક જઈ શકો છો. તેનું કારણ એ છે કે તમે ધ્યાન વગર પાર્થના કરી શકો છે, પરંતુ બોલને ફટકારી શકતા નથી અને ધ્યાન જીવનનું હાર્દ છે. સ્પોર્ટ્સ હોવાથી તમે રમવા માટે હંમેશા તૈયાર રહો છો. રમત રમવાની ઇચ્છાશક્તિનો અર્થ એવો થાય છે કે તમે હાલની સ્થિતિમાં મનથી સામેલ છો અથવા જીવંત છો અને તે જીવનનું હાર્દ છે. સામાન્ય જીવનમાં જો કોઇ આધ્યાત્મિક પ્રક્રિયાની ખરેખર નજીક હોય તો તે સ્પોર્ટ્સ છે.

એક બાળક તરીકે આપણે વિવિધ રમત રમ્યા છીએ, કારણ કે આપણને તેનો આનંદ આવતો હતો. તમને રમતમાં આનંદ આવે છે તેથી તમે તમારી શ્રેષ્ઠ ક્ષમતા બહાર લાવી શકો છો. જોકે ધીમે-ધીમે રમત પોતે એક કાર્ય બની જાય છે. તેનું ઉદાહરણ ઓલિમ્પિક છે. ઘણા રમતવીરો માટે એવું બને છે તે તેઓ સ્પર્ધામાં વધુ મન પરોવે છે, તેથી તેઓ રમતને ભૂલી જાય છે. ભારતનું પ્રતિનિધિત્વ કરવાનો અર્થ એવો થાય છે કે તમે એક અબજ લોકોની અપેક્ષા પૂરી કરો છો અને તે સરળ નથી. એક ખેલાડી બીજાની અપેક્ષા સંતોષવા માટે રમવાનું ચાલુ કરે ત્યારે તેના મન પર દબાણ આવે છે અને તેની શારીરિક પ્રવૃત્તિ પણ મર્યાદિત બને છે.

માનવ મનમાં અનુભૂતિ, સ્મૃતિ અને કલ્પના હોય છે. અહીં રમતની સ્મૃતિ હોય છે. મેડલ કેવી રીતે જીતba તેની કલ્પના હોય છે અને આખરે રમતની એક વાસ્તવિકતા હોય છે. મોટા ભાગના લોકો આ બાબતને અલગ રાખી શકતા નથી. તમે સ્મૃતિ અને કલ્પના સાથે ઊંચી ઉડાન ભરી શકો છો, પરંતુ આખરે માત્ર વાસ્તવિકતાનો સામનો કરવો પડે છે. તમે રમતની વચ્ચે હોવ ત્યારે તે ભારત, એક અબજ લોકો કે ગોલ્ડ મેડલ હોતો નથી. વાસ્તવિકતા એ છે કે તમારે જરૂરિયાત ઊભી થાય તે રીતે રમવું પડે છે. તમે મેડલ જીતતા નથી કારણ કે તમે જીતવા માગો છો. ઓલિમ્પિકમાં આવતા દરેક ગોલ્ડ મેડલનું સપનું સેવે છે. પરંતુ તમે યોગ્ય કર્મ કરો છો તેથી સફળતા મળે છે.

ઓલિમ્પિક કક્ષાની ગેમમાં વ્યક્તિની ક્ષમતા તેની સર્વોચ્ચ સપાટીએ બહાર આવવી જોઇએ. યોગિક સાયન્સ એક સ્થાપિત મેથડ ઓફર છે કે જેના મારફત તમે મનને સ્પષ્ટ રાખી શકો છો અને પોતાના માટે આનંદદાયક પાયાનું નિર્માણ કરી શકો છો. જ્યારે વ્યક્તિ ખરેખર ખુશ અને ચિંતામુક્ત હોય ત્યારે તે અવિશ્વસનીય શારીરિક કાર્યમાં જોડાઈ શકે છે. કાર્ય વ્યક્તિમાંથી આપોઆપ બહાર આવે છે. રમતમાં પણ આવું છે, ગેમમાં પોતાની સામે આવી પડેલી સ્થિતિમાં પૂરતી ચપળતા સાથે પ્રતિક્રિયા આપવામાં આવે છે. તે માટે દિવસના 12 કલાકની જરૂર નથી. દિવસમાં 20થી 30 મિનિટમાં પણ તમે પોતાના માટે ચમત્કારિક કાર્ય કરી શકો છો.

યોગ મૂળભૂત રીતે એક ટેકનોલોજી છે. તેનાથી તમારા શરીર, મન અને ઊર્જા વચ્ચે સંપૂર્ણ સંવાદિતા ઊભી થાય થાય છે. તે માનવજીવનને પોતાની પસંદગીના ક્ષેત્રમાં ઉન્નત સ્તરે જઈ જવાની એક વ્યવસ્થા છે. આ ક્ષેત્ર શારીરિક, માનસિક, આધ્યાત્મિક કે ભૌતિક હોઈ શકે છે. તમે કોઇ પણ ક્ષેત્ર પસંદ કરો, સંભાવના સંપૂર્ણ ખુલ્લી છે. તેને પ્રાપ્ત કરવાના સાધનો છે. તેનો કેવી રીતે ઉપયોગ કરવો તે તમારા પર નિર્ભર છે.

રમતની પવિત્રતા

રમતોત્સવની પવિત્રતા એ છે કે વ્યક્તિ તેની મર્યાદિતતાથી ઊંચે જાય છે તથા સામાન્ય રીતે માત્ર આધ્યાત્મિકતાના ઉન્નત શિખરો હાંસલ કરી શકાય છે તેવી ત્યાગની ભાવના હાંસલ કરે છે. તમામ ઇશા પ્રોગ્રામમાં રમતનું તત્વ છે, કારણ કે રમત એટલે જીવંતતા અને જીવંત રહેવું એટલે રમવું.

તમે જે કરો તેમાં સંપૂર્ણ કર્તવ્ય પરાયણતા કોઇપણ સ્પોર્ટ્સ કે ગેમનો આવશ્યક હિસ્સો છે.

ઓલિમ્પિક ગેમ્સ સમગ્ર વિશ્વ સન્માનની ભાવનાથી જોવે છે, કારણ કે તેમાં ખેલાડીઓ કર્તવ્યપરાયણતાનું એક ઉચ્ચ સ્તર દર્શાવે છે.

કાર્ય માટેની આવી કર્તવ્યપરાયણતા, તે માટે જરૂરી ફોકસ અને હાલની ક્ષણે હાંસલ કરવા માગો છે તેની પરિપૂર્ણતા માટે મર્યાદાથી પણ ઉચ્ચ સ્તર સુધી જવાની માનવીય ક્ષમતા- સફળ જીવનના આવશ્યક ઘટકો છે.

કોઇપણ ગેમ કે સ્પોર્ટનો મૂળભૂત સિદ્ધાંત એ છે કે તમે રમત રમવા માગો છો તો જીતવા માટેની મનમાં આગ હોવી જોઇએ, પરંતુ એવું સંતુલન પણ જરૂરી છે કે હું હારીશ તો પણ તે મને મંજૂર છે. તમે હારવા માટે ક્યારેય રમતા નથી, તમે જીતવા માટે હંમેશા રમો છો, પરંતુ હારો તો તે તમને મંજૂર હોવું જોઇએ. જો તમે જીવનના દરેક પાસાંમાં આ સિદ્ધાંત જાળવી રાખો તો તમે એક સ્પોર્ટસ છો. સમગ્ર વિશ્વ એવી અપેક્ષા રાખે છે કે તમે એક સ્પોર્ટ છે. તમે જ્યાં છો, તમે જે કરો છો, તમે જે સ્થિતિમાં છો પરંતુ તમે એક સ્પોર્ટ છે.

સદગુરુ, ઇશા ફાઉન્ડેશન