આપણે ભારતને લોકશાહી દેશ કહીએ છીએ પરંતુ આપણી માનસિક્તા હજુ પણ જાગીરશાહી કે શાહીશાસનવાદી જ છે. આપણે બ્રિટીશરો પાસેથી માત્ર લોકશાહી લીધી અને વિચાર્યું કે જો પાંચ વર્ષમાં એક વખત આપણી આંગળીઅો ગંદી કરીશું એટલે લોકશાહીવાદી હિસ્સો વ્યાજબી બની રહેશે. ના, પરંતુ એવી રીતે કામ ના ચાલે. લોકશાહી એટલે શું?
અને લોકશાહી સમાજમાં જીવવાની જવાબદારીને સમજીએ નહીં તો લોકશાહી આવતી નથી કે સાકાર થતી નથી. હાલમાં ઘણા સમયથી આપણે જોઇએ છીએ કે કોઇ પણ પુસ્તક દસ્તાવેજી ચિત્ર કે ફિલ્મો અંગે સમજ્યા વિચાર્યા વિના જ કોઇ મુશ્કેલી ના આવે તેવા કારણે પ્રતિબંધ મૂકી દેવામાં આવે છે. પરંતુ સાચી લોકશાહી વિચારધારા કોઇના અભિપ્રાય ઉપર પ્રતિબંધ લાદવા પ્રેરતી કે દોરતી નથી. સાચી લોકશાહી વિચારધારા તો સમજે છે કે કોઇ એકનો અભિપ્રાય અે અંતિમ સત્ય નથી.
કોઇ પણ સમાજને તેના વિકાસ માટે અનેકવિધ અભિપ્રાયોની અભિવ્યક્તિ જરૂરી થઇ પડતી હોય છે. કોઇ ચોક્કસ વર્ગ કે જૂથને નુકાશાનકર્તા કે લાગણી દુભાવે તેવા લખાણ કે પેદાશને સ્થાન ના હોય કે હિંસાને પ્રોત્સાહન ના હોય ત્યાં સુધી લોકશાહી સમાજમાં કોઇ પણ ઉપર પ્રતિબંધ ના હોવો કે મૂકાવો જોઇએ. કમનશીબે જે કાંઇ ચોક્કસ નુકશાન થઇ ગયા પણ હોય તેને સુધારવાના ત્વરિત ન્યાયિક ઉપાય નહીં હોવાના કારણે વિવિધ સ્વરૂપની કળા ઉપર પ્રતિબંધની માંગ વધી છે. જો ન્યાયિક પ્રક્રિયા ઝડપી હોય અને બદનક્ષીના મામલે કાનુની ઉપચારનો વિકલ્પ હોય તો કશા ઉપર પ્રતિબંધ મૂકવાની જરૂર જ રહેશે નહીં.
જો તમે આ સ્થિતિ પરત્વે વ્યાજબીપણાના ભાવથી મૂલવણી કરશો તો તે કોણ નક્કી કરશે કે આ પર્યાપ્ત છે અને આ વધારે પડતું છે? ઇતિહાસ ઉપર નજર માંડીને ઇસુ ખ્રિસ્ત અને ગૌતમ બુદ્ધના દૃષ્ટાંતોને ધ્યાનમાં લો. જીસસ ધર્મની સફાઇ કરવા મથતા હતા અને મંદિરોમાંથી વેપારધંધાને હટાવવા માંગતા હતા. તેમના આ ઉધ્ાત ઉદેશ્યની પૂર્તિ કરવા જતા તેમની (જીસસ) સાથે કેટલું યાતનામય વર્તન થયું તે પણ આપણે જાણીએ છીએ.
આપણી ભૂમિમાં પ્રત્યેક આધ્યાત્મિક યોગી ભક્ત કે અન્ય કોઇ પણ આધ્યાત્મિક પ્રતિભાઅો તેમના સમયમાં જે કાંઇ કહી ગયા કે કરી ગયા તે પૂર્ણતયા ક્રાંતિકારી હતું. અલગ અલગ લોકોએ જે અંતિમની વાત અલગ અલગ નામ અને સ્વરૂપે કરી હતી પરંતુ તેમાં અત્યાચાર કે દમનને સ્થાન ન હતું. ઘણા લોકોએ પ્રભુનો ઉપહાસ પણ કર્યો છે. પરંતુ દમનને સ્થાન ન હતું. માત્રને માત્ર ચર્ચા હતી. આપણી સંસ્કૃતિએ સ્વીકર્યું છે કે જેટલા વધારે લોકો તેટલા વધારે અભિપ્રાયો હોવાના અને કોઇ અભિપ્રાયો અંતિમ નથી. અભિપ્રાયોના તમામ સંગ્રહની પાછળ જુલમ સંતાયેલો છે.
જ્યારે આપણે લોકશાહી તરીકે અોળખાતા ન હતા ત્યારે પણ આપણે લોકશાહી ઢબે કેવી રીતે જીવવું તે જાણતા હતા કારણ કે આધ્યાત્મિક ઉત્ક્રાંતિએ સ્વીકાર અને સમજની જગ્યા બનાવેલી હતી. આજે જ્યારે આપણા દેશ ઉપર લોકશાહીનો થપ્પો લાગેલો છે ત્યારે આપણે જાગીરશાહી કે સામંતશાહીના સૂબાની માફક વર્તી રહ્યા છીએ જે કમનશીબ છે.
જ્યારે તમે કોઈ સમાજમાં જીવો છો ત્યારે વિચારો અને પ્રત્યાઘાતોમાં મતભેદો તો રહેવાના જ. કોઇએ મારા વિરુદ્ધ બોલવું નહીં કે મારા વિચારો વિરુદ્ધ જવું નહીં તેવી જોગવાઇઅો વચ્ચે આપણે વાણીસ્વાતંત્ર્યની વાતો કરીએ તે ઉપરિપક્વ કહેવાય.
જ્યારે કોઇ તમને તમારા કે અન્ય વિષે કાંઇ કહેતું હોય તો તેને ધ્યાનથી સાંભળો અને ધ્યાનમાં રાખો કે તે કહે છે તે સાચું છે કે કેટલીક વાતો સુધારવાની જરૂર છે કે નહીં. જો ખરાખોટાના ફેંસલો થઇ ગયો હોય તો પછી આવી ગોસીપનો પણ આનંદ માણો સાચાખોટાના નિષ્કર્ષ જેટલા તમે પરિપક્વ થયા હો તો પછી તમે બધાને સ્વીકારવાનું પણ શીખી જશો કારણ કે તમે જીવન પ્રક્રિયાને સમજી ચૂક્યા છો. તમે તાર્કિક ભાવના નહીં પરંતુ જીવનની સાચી સમજ સાથે આગળ વધી રહ્યા છો.
જો કે કમનશીબે વિશ્વના મોટાભાગમાં આમ થતું નથી. જો કોઇ તમે સમજી ના શકો તેવી વાત કરે તો તમે તેને અથવા તેના કામને પૂરું કરી દેતા હો છો. ચોક્કસ આધ્યાત્મિક સ્થિરતામાં પણ આવો પ્રવાહ જન્મ્યો છે કે જ્યાં દમન કે મનાઇના કોઇ પણ ભયને વેઠ્યાવિના કોઇ પણ ગમે તે બોલી શકે છે. પરંતુ જો આપણે આ બધું ભૂલીને લોશાહીના નામે આપખુદની જેમ વર્તતા રહીશું તો આપણે સદીઅોથી મેળવેલા ઉદ્ાત મૂક્તિ ગુણ અને મૂલ્યોને ગુમાવીશું.
– Isha Foundation