પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં આવેલા મ્હૈસલ શહેરમાં સોમવારે બે મકાનોમાં એક પરિવારના 9 સભ્યોના મૃતદેહ મળ્યા હતા. પોલીસે કેસ દાખલ કરીને મોતનું કારણ જાણવાની તપાસ ચાલુ કરી હતી.પોલીસે શંકા વ્યક્ત કરી છે કે આ પરિવારે જંતુનાશક દવાનું સેવન કરીને સામુહિક આત્મહત્યા કરી હોઈ શકે, પરંતુ છતાં ચોક્કસ તપાસ કર્યા પછી જ આ 9 લોકોના મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે.

પ્રાથમિક માહિતી મુજબ 2 ઘરમાંથી કુલ 9 લોકોના મૃતદેહ મળી આવ્યા છે તે બંને ઘર બે ભાઈઓના હોવાનું જાણવા મળે છે કે જેઓ પરિવાર સાથે અહીં રહેતા હતા. મૃતકોમાં બે ભાઈઓ માણિક અને પોપટ યલપ્પા વ્હાનમોરેનો પણ સમાવેશ થાય છે. માણિકના ઘરમાંથી તેની માતા, પત્ની અને બે બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. માણિક મોટા ભાઈ છે અને તેઓ પ્રાણીઓના ડૉક્ટર તરીકે કામ કરતા હતા. અન્ય ભાઈ પોપટના ઘરમાંથી તેની પત્ની અને બે બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા.