સાઉથ ઇન્ડિયાની ફિલ્મોના સુપર સ્ટાર ચિરંજીવ અને બોલીવૂડના સલમાન ખાન હવે એક જ ફિલ્મમાં સાથે જોવા મળે તેવા સંજોગો ઊભા થયા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ચિરંજીવીની મોટી ફિલ્મ ‘ગોડ ફાધર’માં સલમાન ખાન પણ જોવા મળશે, જોકે હવે આ સમાચારની પુષ્ટિ થઇ ગઇ છે. ટ્વિટર પર પ્રસરેલા એક સમાચાર મુજબ, ચિરંજીવીએ ફિલ્મ ગોડ ફાધર માટે સલમાન ખાનનો સંપર્ક કર્યો હતો. હવે સલમાને પોતાની ડેટ્સ આ ફિલ્મ માટે આપી દીધી છે, એટલે સલમાન અને ચિરંજીવી એક ફિલ્મમાં સાથે જોવા મળશે. ચિરંજીવીએ તો અગાઉ જ ગોડ ફાધર ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ ફિલ્મનું પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ મલયાલમ ફિલ્મ લુસફિરની તેલુગુ રિમેક છે જેમાં મોખરાના કલાકારોનું નામ ચર્ચામાં છે.

જો આ વાત આગળ વધશે તો સલમાન સાઉથની ફિલ્મમાં પદાર્પણ કરશે. સલમાન અને ચિરંજીવીના સંબંધો ઘણા સારા છે. ચિરંજીવીના 60મા જન્મ દિને સલમાન ખાન હૈદરાબાદ ગયો હતો અને તેણે ચિરંજીવીના હિટ ગીત પર પરફોર્મ પણ કર્યું હતું.