અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ (ફાઇલ ફોટો (Photo by SAM PANTHAKY/AFP via Getty Images)

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ અમદાવાદ એરપોર્ટ પરથી શુક્રવારે રૂા.6 કરોડના કોકેઈન સાથે એક આફ્રિકન પેડલરની ઝડપી લીધો હતો. આ પેડલર દુબઈથી કરોડનું કોકેઈન લઇને આવ્યો હોવાનું માનવામાં આવે છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ આ ઘટનાની વધુ તપાસ હાથ ધરી હતી.

આ પેડલર પાસેથી NCBએ આશરે 2 કિલો કોકેઈનનો જથ્થો જપ્ત કર્યો હતો. આફ્રિકન નાગરિક કોકેઈન ડ્રગ્સનો જથ્થો દુબઈની ફ્લાઈટમાં લાવ્યો હતો. હાલ NCB કોકેઈનનો જથ્થો ક્યાં પહોંચાડનો હતો તે મામલે કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ NCBએ અમદાવાદ એરપોર્ટમાંથી 4.2 કિલો કોકેઇન સાથે એક વિદેશી નાગરિકની ધરપકડ કરી હતી. આ કોકેઇનની કિંમત આંતરરાષ્ટ્રીય બજાર ભાવ પ્રમાણે કરોડ રૂપિયા જેટલી હોય છે ત્યારે હવે 6 કરોડના કોકેઈન સાથે આફ્રિકન નાગરિક ઝડપાતા NCBએ વધુ તપાસ હાથ ધરી હતી.