Surgeon Bipin Kumar Jha acquitted for sexually assaulting three female students
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

એક બ્રિટિશ પોલીસ અધિકારીને કોરોના લોકડાઉન દરમિયાન એક મહિલાનું ઘરે જતી વખતે અપહરણ કરી વાસ્તવમાં કોરોના વાઇરસના પ્રતિબંધો તોડવા બદલ તેની ખોટી ધરપકડ કરી તેને હાથકડી પણ પહેરાવી હતી. અને તેના પર રેપ કરીને તેની હત્યા પણ કરી હોવાના કેસમાં ગુરૂવારે (29 સપ્ટેમ્બર) તેને કોર્ટે આજીવન કેદની સજા ફરમાવી હતી. તેને સજા દરમિયાન પેરોલ પણ નહીં આપવાનું કોર્ટે ફરમાવ્યું હતું.

આ કેસની પોલીસ અને સરકારી તંત્રમાં ગંભીર નોંધ લેવામાં આવી હતી, ખુદ વડાપ્રધાન, હોમ સેક્રેટરી અને પોલીસ કમિશનરે નિવેદન આપ્યું હતું.

બ્રિટનની પોલીસના સૌથી વરિષ્ઠ અધિકારી-મેટ પોલીસ કમિશનર ક્રેસિડા ડિકે પોલીસ અધિકારીના કૃત્ય બદલ માફી માગી હતી. તેમણે જણાવ્યું હતું કે, અધિકારીએ વિશ્વાસના પદનો દુરુપયોગ કર્યો હોવાથી તેણે પોલીસ વિભાગને શરમજનક સ્થિતિમાં મુક્યો છે. ડિકે જણાવ્યું હતું કે, ‘હું સંપૂર્ણ ભયભીત છું કે આ શખ્સે સારાને છેતરવા અને તેની સાથે બળજબરી કરવા માટે તેના વિશ્વાસના પદનો ઉપયોગ કર્યો અને હું જાણું છું કે તમે બધા પણ ભયભીત છો…. તેણે જે કર્યું તેનો ક્યારે વિચાર પણ ન આવી શકે. તેણે આપણા શહેરોમાં અસુરક્ષાના અનુભવમાં ખૂબ જ નોંધપાત્ર વધારો કર્યો છે, કદાચ વિશેષ તો મહિલાઓમાં. હું એકદમ વ્યથિત છું … આ શખ્સે મેટને ક્ષોભજનક સ્થિતિમાં મુક્યું છે. આ ઘટનાથી અમે સહુ હચમચી ગયા છીએ.’

વડાપ્રધાન બોરિસ જોન્સને જણાવ્યું હતું કે, ‘આપણી પોલીસ આપણી સુરક્ષા માટે છે – અને હું જાણું છું કે અધિકારીઓ આ કેસમાં ફરજના સંપૂર્ણ વિશ્વાસઘાત બાબતે આપણી આઘાતની સ્થિતિમાં સહભાગી બનશે. લોકો ભય વગર જાહેરમાં એ સંપૂર્ણ વિશ્વાસ સાથે ફરી શકવા જોઇએ અને તેમની સલામતી માટે પોલીસ ઉપલબ્ધ છે.

હોમ સેક્રેટરીએ પ્રીતિ પટેલે પણ ગુનાઓને ‘ધૃણાસ્પદ’ ગણાવ્યા હતા અને વધુમાં જણાવ્યું હતું કે, ‘તે યોગ્ય છે કે અપરાધી પોલીસ અધિકારીને આજીવન કેદની સજા કરાઈ છે અને સાથોસાથ તે ફરી ક્યારેય આપણા દેશમાં ક્યાંય જોવા નહીં મળે.’

ગત માર્ચ મહિનામાં રાષ્ટ્રવ્યાપી લોકડાઉન દરમિયાન સારા એવરાર્ડ નામની 33 વર્ષની યુવતી ગૂમ થતા દેશભરમાં એ મામલો ચર્ચાનો વિષય બન્યો હતો. આ હાઇ-પ્રોફાઇલ કેસમાં તપાસ શરૂ થઇ હતી, દેખાવો થયા હતા અને મહિલાઓની સલામતી અંગે દરેક જગ્યાએ ચર્ચાઓ થઇ રહી હતી.

લંડનના મેટ્રોપોલિટન પોલીસના એલિટ ડિપ્લોમેટિક પ્રોટેક્શન યુનિટમાં ફરજ બજાવતા 48 વર્ષના વેઇન કુઝેન્સે જુલાઈમાં સારા એવરાર્ડનું પોતે અપહરણ કર્યાની, તેના ઉપર રેપ કર્યાની અને તેની હત્યાની કબૂલાત કરી હતી.

એવરાર્ડ સાઉથ લંડનના ક્લાફામમાં પોતાના મિત્રનાં ઘરે ગઈ હતી, ત્યાંથી પાછી ફરતી વેળાની આ ઘટનામાં તેનું ગળું દબાવી દેવાયું હતું અને પછી તેના દેઙને આગ લગાડવામાં આવી હતી અને તેના અવશેષો જંગલમાંથી મળ્યા હતા.

બે દિવસની સજાની સુનાવણીમાં પ્રોસિક્યુટર ટોમ લિટલે જણાવ્યું હતું કે, કુઝન્સે 3 માર્ચના રોજ 33 વર્ષની આ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ યુવતીને ટાર્ગેટ કરી હતી અને તેના પર કોરોના વાઇરસના નિયમો તોડવાનો આરોપ મુક્યો હતો. કુઝેન્સ એ વખતે ફરજ પર નહોતો, છતાં તેણે ‘ખોટી રીતે ધરપકડ’ કરીને એવરાર્ડનું અપહરણ કર્યું હતું, અને તેને હાથકડી પહેરાવી હતી તેમ જ તેનું વોરંટ કાર્ડ બતાવ્યું હતું.

સિક્યુરિટી કેમેરાના ફૂટેજમાં જણાયું હતું કે, તેણે પોતાનું વોરંટ કાર્ડ બતાવ્યું હતું અને પછી એવરાર્ડને ભાડાની કારમાં બેસાડતા અગાઉ તેને હાથકડી પહેરાવી હતી. આ દરમિયાન એક અન્ય કારમાં જઇ રહેલા કપલે પણ આ ઘટના જોઇ હતી, પણ તેમની એવી ધારણા કરી હતી કે, ગુપ્તચર પોલીસ અધિકારી કોઇની ધરપકડ કરી રહ્યો છે.

પરંતુ તેમણે જણાવ્યું હતું કે, લોકડાઉન પ્રતિબંધો લાગુ કરતા પોલીસ પેટ્રોલિંગના તેમના જ્ઞાન અને અનુભવનો કુઝેન્સે દુરુપયોગ કર્યો હતો અને કઈ ભાષાનો ઉપયોગ કરવો તે જાણતા હતા.

એક ભૂતપૂર્વ બોયફ્રેન્ડે કોર્ટમાં એવી જુબાની આપી હતી કે એવરાર્ડ સ્માર્ટ હતી અને ‘બળજબરીપૂર્વક અથવા છેતરપિંડી’ સિવાય કોઈ અજાણી વ્યક્તિ સાથે કારમાં બેસે તેવી નહોતી.

કુઝન્સ લંડનની ઓલ્ડ બેઈલીમાં માથું ઝુકાવીને બેઠો હતો, આ દૃશ્ય એવરાર્ડના પરિવારના સભ્યોએ જોયું હતું, તે દરમિયાન ન્યાયમૂર્તિ એવું વિચારતા રહ્યા હતા કે, શું તેને આજીવન કેદની સજા કરવી કે નહીં. તેને ગુરુવારે સજા ફરમાવાશે.

આ કેસમાં સુનાવણી અગાઉ, મેટ્રોપોલિટન પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘અમે આ માણસના ગુનાથી શરમજનક સ્થિતિમાં મુકાયા છીએ, આપણે જે તમામ મૂલ્યોને વરેલા છીએ તેની સાથે આ માણસના કૃત્યોએ વિશ્વાસઘાત કર્યો છે.’

પોલીસમાંથી આ અધિકારીને બરતરફ કરાયો છે અને વિભાગે જણાવ્યું હતું કે, તેના કામથી ‘ઘણા પ્રશ્નો અને ચિંતાઓ ઊભી થઇ છે’ પરંતુ જ્યાં સુધી તેને સજા જાહેર ન થાય ત્યાં સુધી તે વધુ ટીપ્પણી નહીં કરે.

કોર્ટની બહાર દેખાવકારોના હાથમાં ‘મેટ પોલીસ બ્લડ ઓન યોર હેન્ડઝ’ જેવા પોલીસની ટીકા કરતા સૂત્રો સાથેના બેનરો લઈને લોકો વિરોધ દર્શાવતા હતા.

સરકારે જાહેર સ્થળોએ મહિલાઓની સલામતીના અભાવ અંગે વ્યાપક નારાજગી જોઇને એવરાર્ડની હત્યા પછી કાયદામાં સુધારો કરવાની ખાતરી આપી હતી.

જુલાઇમાં, ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે તે બળાત્કાર, ઘરેલું શોષણ, પીછો કરવો અને શારીરિક સતામણી સહિતના ગુનાઓમાં ન્યાય અપાવવા માટે ગુનેગારોની વધુ ધરપકડ કરશે અને રસ્તા પર મહિલાઓની છેડતીને વધુ અસરકારક રીતે જવાબ આપવા’ પોલીસ સાથે કામ કરશે.