(ANI Photo/ Mohd Zakir)

ભારતના યુવા બેડમિંટન ખેલાડીઓ સાત્વિક સાઈરાજ રાંકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ સતત બીજી ઈન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં શાનદાર દેખાવ સાથે ચાઈના માસ્ટર્સ 2025, બેડમિંટન વર્લ્ડ સીરીઝ સુપર 750 ટુર્નામેન્ટમાં રનર-અપનો ખિતાબ હાંસલ કર્યો હતો.

જો કે, સેમિફાઈનલ સુધી એકપણ ગેમ નહીં હારેલી આ ભારતીય જોડી તાજેતરમાં જ વર્લ્ડ ચેમ્પિયન બનેલા સાઉથ કોરીઆના કિમ વોન હો અને સેઓ સેઉંગ જેઈ સામે 19-21, 15-21થી હારી ગઈ હતી. ભારતની સ્ટાર મહિલા શટલર પી. વી. સિંધુનો પણ સાઉથ કોરીઆની વર્લ્ડ નં. 1નો ક્રમ ધરાવતી એન સે યંગ સામે ક્વાર્ટર ફાઈનલમાં જ 14-21, 13-21થી પરાજય થયો હતો.

સાત્વિક – ચિરાગે તેમના હરીફોનો સારો મુકાબલો કર્યો હતો, જ્યારે સિંધુનો ફક્ત 38 મિનિટમાં જ પરાજય થયો હતો. તે આ કોરીઅન હરીફ સામે અત્યારસુધીમાં વિજયી રહી શકી નથી.

LEAVE A REPLY