પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

નેશનવાઇડ બિલ્ડીંગ સોસાયટીએ લોકોને બચત ખાતાઓ પર 8 ટકા વ્યાજ આપતું એકાઉન્ટ શરૂ કર્યું છે. તો તે પોતાના રેગ્યુલર સેવર્સ એકાઉન્ટ પર 6 ટકા કે તેથી વધુ વ્યાજ ચૂકવે છે. જો કે કેટલીક બેન્કો અને બિલ્ડીંગ સોસાયટીઓ સેવિંગ્સ એકાઉન્ટ્સ હજુ પણ માત્ર 1 ટકા વ્યાજ ઓફર કરે છે અને આવા સંજોગોમાં લોકોએ પોતાના એકાઉન્ટસ સ્વિચ કરવા આવશ્યક છે.

નેશનવાઇડ બિલ્ડીંગ સોસાયટી સ્વિચિંગ સેવાનો ઉપયોગ કરીને આવનારા નવા એકાઉન્ટ્સ હોલ્ડર્સને £200ની ચુકવણી કરે છે. બેન્કના આ નવા એકાઉન્ટ્સમાં 8 ટકા વ્યાજ દર એક વર્ષ સુધી ચાલશે અને ગ્રાહકોએ ઓનલાઈન-મેનેજ્ડ એકાઉન્ટમાં દર મહિને £200 સુધીની બચત કરી શકે છે. જેમાંથી તેઓ 12 મહિનામાં ત્રણ વખત ઉપાડ કરી શકશે. જો ચાર અથવા વધુ વખત ઉપાડ કરાશે તો વ્યાજ દર ઘટીને 2.15% થઈ જશે.

ફર્સ્ટ ડાયરેક્ટ રેગ્યુલર બચત ખાતા પર દર મહિને £25 અને £300ની વચ્ચે ડીપોઝીટ કરવા દે છે અને 7% વ્યાજ ચૂકવે ચૂકવે છે.

LEAVE A REPLY

4 − 1 =