એમપી સીમા મલ્હોત્રા અને હેલ્થકેર વર્કરોએ હાઉસ ઓફ કોમન્સમાં આયોજિત એક કાર્યક્રમમાં સાઉથ એશિયાના લોકોને અંગ દાન અને સ્ટેમ સેલ દાતા બનવા માટે સાઇન અપ કરવા વિનંતી કરી હતી.

સાઉથ એશિયાના લોકોમાં અંગદાનની જાગૃતિ વધારવા માટે સમર્પિત ચેરિટી ઉપહાર દ્વારા વોલંટીયર્સના કાર્યને માન્યતા આપવા માટે એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

સપ્ટેમ્બર 18 થી 24 દરમિયાન યોજાયેલા સમારોહમાં ચેરિટી એન્થોની નોલન અને ડીકેએમએસના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી અને એનએચએસ બ્લડ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું.

શ્રીમતી મલ્હોત્રાએ જણાવ્યું હતું કે ‘’વંશીય લઘુમતી સમુદાયોમાં ઓછા દાન દરને કારણે લોહી, સ્ટેમ સેલ અથવા અંગ પ્રત્યારોપણની જરૂર હોય તેવા દર્દીઓ માટે વંશીય પૃષ્ઠભૂમિના અંગો મેળવવામાં તકલીફ પડે છે. આંતરરાષ્ટ્રીય સ્ટેમ સેલ અને ઓર્ગન રજિસ્ટર પર લોકોની સંખ્યા વધારવી મહત્વપૂર્ણ છે. જો તમે વંશીય લઘુમતીના હો તો અંગ દાન મળવાની શક્યતા 37 ટકા સુધી ઘટી જાય છે.”

2017માં શરૂ કરાયેલ, ઉપહારે અત્યાર સુધીમાં 7,000 થી વધુ દાતાઓને સાઇન અપ કર્યા છે, જેમાંથી 96 ટકા વંશીય લઘુમતી સમુદાયોના છે.

LEAVE A REPLY