બેંક ઓફ ઈંગ્લેન્ડ દ્વારા બેઝ રેટ વધારવાની તાજેતરની જાહેરાત પછી, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (યુકે) લિમિટેડે તેની વિવિધ પ્રોડક્ટ્સના વ્યાજના દરોમાં વધારો કર્યો છે. વ્યાજ વધારાનો દર 35bps થી 100bps વચ્ચે રહેશે અને તે 22 જૂન 2022થી લાગુ થશે. ઇન્સ્ટન્ટ એક્સેસ – 0.75%; 35 દિવસની સૂચના – 1.05%; ફ્લેક્સી ISA – 0.95% અને મર્યાદિત ઍક્સેસ – 0.95%નો નવો વ્યાજ દર રહેશે.

1-વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ પર 2.30%; 2- વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ પર 2.55%; 3-વર્ષ અને 5-વર્ષની ફિકસ્ડ ડિપેઝીટ પર 2.80% અને 5-વર્ષની ગ્રીન ડિપોઝિટ પર હવે 2.85% વ્યાજ મળશે. 2-વર્ષના ISA માટે 2.25% અને 3 તથા 5-વર્ષ બંને ISA માટે વ્યાજ દર 2.50% રહેશે.

SBI UKએ કહ્યું હતું કે “અમે આ નવા સ્પર્ધાત્મક દરો રજૂ કરવા માટે ઉત્સાહિત છીએ અને અમારા ગ્રાહકોને શ્રેષ્ઠ-વર્ગની નાણાકીય સેવાઓ પ્રદાન કરવાનું ચાલુ રાખીશું.”

SBI UK યુકેમાં 100 વર્ષથી કાર્યરત છે અને તેની શાખાઓ કોવેન્ટ્રી, બર્મિંગહામ, લંડન સિટી, ગોલ્ડર્સ ગ્રીન, ઇસ્ટ હામ, હેરો, લેસ્ટર, માન્ચેસ્ટર, સાઉથોલ, હન્સલો અને વુલ્વરહેમ્પટનમાં આવેલી છે. SBI (UK) લિમિટેડે બચત ખાતાઓ, બિઝનેસ એકાઉન્ટ્સ, બિઝનેસ લોન, બાય ટુ લેટ મોર્ગેજ, રોકાણ મિલકતો સામે લોન, સેફ ડિપોઝિટ લોકર, ફિક્સ્ડ ડિપોઝિટ, કેશ ISA અને ભારતમાં નાણાં ટ્રાન્સફર કરવાની સુવિધા આપે છે.

SBI યુકેની સેવાઓ વિશે વધુ માહિતી માટે જુઓ: sbiuk.com