મેટના કાઉન્ટર ટેરરિઝમ કમાન્ડ દ્વારા તપાસ બાદ આતંકવાદના ગુનામાં દોષિત ઠેરવવામાં આવેલા ઇસ્ટ લંડનના 39 વર્ષના શાહ રહેમાનને કાઉન્ટર-ટેરરિઝમ એક્ટની જામીન મુક્તિની ત્રણ શરતોના ભંગ કરવા બદલ આઠ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી.

22 માર્ચ 2022 ના રોજ આતંકવાદ વિરોધી અધિકારીઓએ તેની ધરપકડ કરી હતી. રહેમાનને મૂળ 2012માં વિસ્ફોટ કરવાના કાવતરા અને આતંકવાદના કૃત્યોની તૈયારી બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો.

જો તમે કંઈક અસામાન્ય અથવા શંકાસ્પદ જુઓ અથવા સાંભળો છો અને તમને લાગે છે કે કોઈ આતંકવાદી પ્રવૃત્તિમાં સામેલ થઈ શકે છે, તો gov.uk/ACT પર જાણ કરો અને ઇમરજન્સી લાગે તો હંમેશા 999 ડાયલ કરો.