સુપરસ્ટાર શાહરૂખ ખાને તેમના 58મા જન્મદિવસે ફિલ્મ નિર્માતા રાજકુમાર હિરાણી સાથેની તેની આગામી ફિલ્મ ડંકીનું ટીઝર જારી કર્યું હતું. શાહરુખે આ ફિલ્મને સપના અને ઇચ્છાઓને પૂર્ણ કરવાનો પ્રયાસ કરતા સાદા અને વાસ્તવિક લોકોની કહાની ગણાવી હતી.

ફિલ્મનો ફર્સ્ટ લૂકને નિર્માતાઓ ‘ડંકી ડ્રોપ 1’ ગણાવ્યો હતો. અભિનેતા દ્વારા ગુરુવારે તેના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર તે શેર કર્યો હતો. તાપસી પન્નુ, વિકી કૌશલ, બોમન ઈરાની, વિક્રમ કોચર અને અનિલ ગ્રોવર અભિનીત ડંકી ક્રિસમસ પર થિયેટરોમાં રિલીઝ થવાની છે. “ડંકી”નું નિર્માણ રાજકુમાર હિરાણી અને ગૌરી ખાન દ્વારા કરવામાં આવ્યું છે. તે હિરાણી, અભિજાત જોશી અને કનિકા ધિલ્લોને લખી છે.

ડંકીના ડ્રોપ 1 વીડિયોને જોઇને લાગી રહ્યું છે કે શાહરૂખ આ વખતે કંઇક અલગ સ્ટોરી સાથે આવી રહ્યો છે. ફિલ્મ ડંકીની સ્ટોરી ગેરકાયદેસર ઇમિગ્રેશનથી પ્રેરિત છે. રાજકુમાર હિરાનીની આ ફિલ્મમાં શાહરૂખ ખાન ઉપરાંત વિક્કી કૌશલ, તાપસી પન્નુ, બોમન ઈરાની, સતીશ શાહ જેવા કલાકારો પણ છે.

પઠાન અને જવાન ફિલ્મમાં એક્શન અવતારમાં જોવા મળ્યા બાદ શાહરૂખ ખાન ફિલ્મ ડંકીમાં ફની અંદાજમાં જોવા મળી રહ્યો છે. ડંકીનાં ટીઝર પરથી અંદાજ આવી જાય છે કે આ ફિલ્મમાં શાહરૂખ ખાન એકદમ સિમ્પલ અવતારમાં જોવા મળશે. ડંકીનું ટીઝર રિલીઝ થતા જ તેને ફેન્સનું જબરદસ્સ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. શાહરૂખના ફેન્સ હવે ફિલ્મના રિલીઝ થવાની રાહ જોઈ રહ્યા છે. ફિલ્મ ડંકી 22 ડિસેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

LEAVE A REPLY