Atlanta lab owner Minal Patel convicted in $447 million genetic testing scam
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

યુ. એસ. ડિસ્ટ્રીક્ટ કોર્ટના જજ ગ્રેહામ કરમ સ્ટીહે કેન્ટોન ટાઉનશીપના શૈલેષ પટેલને બાળકોના જાતિય શોષણ માટે દોષિત ઠેરવ્યો છે. આવતા મહિને પટેલ સજા ફરમાવાશે. શૈલેષ પટેલને 15થી 30 વર્ષની જેલની સજા થઇ શકે છે. 53 વર્ષના શૈલેષ પટેલે ગુના મંદિરમાં, ઘરમાં અને કારમાં આચર્યા હતા.

પટેસે જે બાળાઓનું જાતિય શોષણ કર્યું હતું તે પોતાના ઉપરના અત્યાચાર વ્યક્ત ના કરી શક તે હદે નાની હતી. એક પીડિતાએ 20 વર્ષની વયે પટેલનો ભાંડો ફોડતા શૈલેષ પટેલના કુકર્મો ખુલ્લાં પાડ્યા હતા.ગુનાની કરેલી કબૂલાત મુજબ શૈલેષ પટેલે 2010માં 10 વર્ષની બાળાને 2010માં સેલફોન આપી તેના ગુપ્તાંગ દર્શાવતો વીડિયો બનાવવા કહ્યું હતું.

પટેલે જેમનું જાતિય શોષણ કર્યું છે તેમાંની ઘણી પીડિતાઓએ મંદિરમાં પટેલના લગ્નમાં ગયાનું, વર્ષો સુધી આવું શોષણ થયાનું જણાવ્યા બાદ હાથ ધરાયેલી પોલીસ કાર્યવાહીમાં ગુનેગારે તેના ગુના કબૂલ્યા હતા. ફરિયાદીઓ પટેલના કુકર્મો જ્યાં આચરાયા હતા તે મંદિરનું નામ આપ્યું નથી.

એફબીઆઇએ ગત વર્ષની 31મી જુલાઇએ શૈલેષ પટેલના કુકર્મોની પીડિતાએ વર્ણવેલી વિગતોને સાંભળી હતી.
20 વર્ષની આ પીડિતાના કહેવા પ્રમાણે તે પાંચ વર્ષની હતી ત્યારે પરિવાર સાથે ઘરોબો ધરાવતા શૈલેષ પટેલના ઘેર ગઇ હતી. તે પછી એક વખત ભોજન સમારંભ વખતે શૈલેષ પટેલના કુકર્મનો પહેલી વખત શિકાર બની હતી. બાળા અને તેનો ભાઇ જે રૂમમાં ટીવી જોતા હતા ત્યાં પહોંચેલા પટેલે તેને એકાંતમાં લઇ જઇ પોતાના (પટેલ) ગુપ્તાંગનો સ્પર્શ કરાવ્યો હતો.

એક બીજા પ્રસંગે પીડિતા આઠ વર્ષની હતી ત્યારે અન્ય બાળકોની હાજરી વચ્ચેથી પીડિતા બાળાને અલગ લઇ જઇ પટેલે ઓરલ સેક્સની ફરજ પાડી હતી. પીડિતા નવેક વર્ષની હતી ત્યારે પટેલે તેને સેલફોન આપી ગુપ્તાંગ સહિતનો સેક્સ વીડિયો બનાવવા જણાવ્યું હતું. આ બધી ઘટનાઓ વખતે બાળા એટલી ડરેલી હતી કે તે કોઇને કાંઇ કહી શકી નહોતી.

ગત વર્ષે જ 11મી સપ્ટેમ્બરે એફબીઆઇને 23 વર્ષની અન્ય પીડિતાએ પટેલના આવા કુકર્મોની વિગતો આપી હતી. આ પીડિતા નાની હતી ત્યારે શૈલેષ પટેલે તેની કારમાં, ઘેર અને મંદિરમાં છેડછાડ કરી હતી.

ડોનટ્સ અને આઇસ્ક્રીમ સ્ટોરનો માસિક શૈલેષ પટેલ બાળકોને લલચાવીને પોતાની વાસના સંતોષતો હતો.
બીજી પીડિતા 16 વર્ષની વયે શૈલેષ પટેલના અડપલાનો શિકાર મંદિરના રસોડામાં બની હતી. ત્યારે પટેલે તેની છાતી અને કુલા સાથે અડપલાં કર્યા હતા. 2019ના ઓક્ટોબરની આ ઘટનાથી ગત વર્ષે સપ્ટેમ્બરમાં અવગત થયા બાદ પોલીસે પટેલના નિવાસની તપાસ હાથ ધરી હતી. તપાસમાં પહેલી પીડિતાની સેક્સી વીડિયો પટેલના કોમ્પ્યુટરમાંથી મળ્યા બાદ શૈલેષ પટેલની સામે કાર્યવાહી આરંભાઇ હતી.

પોલીસ પૂછપરછમાં શૈલેષ પટેલે પહેલી અને બીજી પીડિતા ઉપરાંત અન્ય બેથી ત્રણ બાળાઓ સાથે છેડછાડની કબૂલાત કરી હતી. એફબીઆઇએ ત્રીજી પીડિતાની પણ પૂછપરછ કરી હતી પરંતુ તેની વિગતો જાહેર કરી નહોતી.
શૈલેષ પટેલે 19મી માર્ચે વેઇન કાઉન્ટી સર્કીટ કોર્ટમાં ફર્સ્ટ ડીગ્રી ક્રિમિનલ સેક્સસ્યુઅલ કોન્ડક્ટ અને સેકન્ડ ડીગ્રીના બંને આરોપો કબૂલ્યા હતા. કાર્યકારી એટર્ની સઇમા મોહસિને બાળકોના જાતિય શોષણ, બાળ પોર્નોગ્રાફીને નિંદનીય ગુના ગણાવતા ઉમેર્યું હતું કે, આવા ગુનેગાર સામે આકરી કાર્યવાહી દ્વારા ન્યાય તોળાશે.