એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ ચીનની મોબાઇલ ઉત્પાદન કંપની શાઓમીના ગ્લોબલ વાઇસ પ્રેસિડન્ટ મનુ કુમાર જૈનને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. (ANI Photo)

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ ચીનની મોબાઇલ ઉત્પાદન કંપની શાઓમીના ગ્લોબલ વાઇસ પ્રેસિડન્ટ મનુ કુમાર જૈનને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. ફોરેન એક્સ્ચેન્જ મેનેજમેન્ટ એક્ટ (ફેમા) કાયદાના કથિત ઉલ્લંઘન સંબંધિત એક તપાસના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઇડી છેલ્લાં કેટલાંક વર્ષોમાં કરોડો રૂપિયાના વિદેશી રેમિટન્સની તપાસ કરી રહી છે. મનુ કુમાર જૈનને કંપની સંબંધિત સંખ્યા નાણાકીય દસ્તાવેજો સાથે બુધવારે રૂબરુ હાજર થવું પડશે અથવા સત્તાવાર પ્રતિનિધિ મારફત આ દસ્તાવેજ મોકલવા પડશે. શાઓમીના શેરહોલ્ડર્સ, ભંડોળના સ્રોત, વેન્ડર કોન્ટ્રાક્ટ તથા કંપનીના ભારતીય મેનેજમેન્ટને કરવામાં આવેલા પેમેન્ટ અને વિદેશ મોકલવામાં આવેલા નાણા સંબંધિત દસ્તાવેજ માંગવામાં આવ્યા છે. મનુ કુમાર જૈન અગાઉ શાઓમીના ઇન્ડિયા હેડ હતા.