માનવીને વધુ મોટી તક – શક્યતા માટે પોષવા હવા, પાણી, માટી અને અગ્નિ જેવા પરિબળો, તત્વોની સાથે અંતરિક્ષ આકાશ વર્તન જેવા મોટા એમ પાંચ તત્વોની જરૂર પડતી હોય છે. આજનું આધુનિક વિજ્ઞાન પણ આકાશિક બુદ્ધિજીવિતા – ખાલીપામાં ચોક્કસ બુદ્ધિજીવિતા – હોંશિયારી હોવાનું સ્વીકારે છે. આ હોંશિયારી બુદ્ધિજીવિતા તમને કામ લાગે છે કે તમારી સામે છે તે સ્થિતિ તમારા જીવનનું સ્વરૂપ નક્કી કરશે કે તમે આશીર્વાદકૃત કે આશીર્વાદ પામેલા છો અથવા શેષ જીવન માટે તમે ફેંકાઇ જવાના છો.

ઘણા લોકો કોઇ જ કારણ તેમની જિંદગીમાં કે જિંદગી થકી આમતેમ ટીચાતા – ફેંકાતા રહેતા હોય છે અને ઘણા લોકો કોઇ જ કારણ વિના બધું જ પામતા રહે છે કે તેમના ઉપર કુદરત મહેરબાન હોય તેમ લાગે છે. પરંતુ આમાં કોઇ કારણ હોતું નથી, તે તો ખાલી અંતરિક્ષ – આકાશમાં સતત કાર્યરત રહેતી હોંશિયારી – બુદ્ધિજીવિતા પામવાની તમારી ક્ષમતાને આભારી હોય છે. આ મૂળભૂત તત્વ આકાશ કે અંતરીક્ષ છે. આકાશને પાંચમું તત્વ કહેવું તે અયોગ્ય ગણાશે કારણ કે આ એ તત્વ છે કે જેના ઉપર બાકીના ચાર તત્વો રમતા – આધારિત હોય છે. આપણે હાલ ગોળ ગ્રહ ધરતી – પૃથ્વી ઉપર વસીએ છીએ. આપણી પૃથ્વી, સૌર મંડળ, આકાશગંગા કે સમગ્ર બ્રહ્માંડ સહિત તમામને આકાશે ટકાવી રાખ્યા છે, તમે પોતે પણ આકાશે ટકાવેલા સ્થળમાં વસો-જીવો છો.

તમે તે જોયું છે કે મહાન તેંડુલકર કોઇ પણ સફળતા – સિદ્ધિ મેળવતાંની સાથે આકાશ તરફ નજર માંડે છે? માત્ર તેંડુલકર જ નહીં પ્રાચીન કાળથી સફળતાની કોઇ પણ પળ કે કાંઇક પણ સિદ્ધિ પામતાં જ માણસ આકાશ તરફ નજર માંડીને કાંઇક પામ્યાની અનુભૂતિ કરતો આવ્યો છે. તેમાંના કેટલાક ઉપરવાળા કે કોઇક ભગવાન સ્વરૂપને જોતા હશે પરંતુ તેમાંના મોટાભાગના કિસ્સામાં અજાણતા જ કોઇક સમજ, સ્વીકૃતિ પામ્યાની અનુભૂતિ હોય છે. તમારી જાણ-જાગૃતિ-ભાન બહાર જ જ્યારે તમને કોઇક ચરમસીમા – સફળતાની અનૂભૂતિ થાય ત્યારે તમારૂં શરીર, મુખ આપોઆપ જ ઉપરની તરફ જોવે છે કારણ કે માનવમાત્રની હોંશિયારી સ્વીકારાતી હોય તેવું કાંઇક છે જ્યાંથી સમર્થન મળ્યાની અનુભૂતિ થાય છે.

જો તમે તમારા જીવનમાં અંતરિક્ષ આકાશનો સહકાર કેવી રીતે મેળવવો તે જાણી લેશો તો તમારૂં જીવન આશીર્વાદકૃત, મંગલમય બની રહેશે. જે હોંશિયારી શક્ય છે તેના વિષે ક્યારેય વિચાર્યું નહીં હોય કે હોંશિયારી – બુદ્ધિજીવિતા તમારી થશે કારણ કે તમારી સમજ બહારની હોંશિયારી – બુદ્ધિજીવિતા તમારી પક્કડમાં આવી છે અને હાલમાં તે પ્રદર્શિત પણ થઇ રહી છે. ખરૂં કે નહીં? આ એવી બુદ્ધિજીવિતા છે જે સમગ્ર બ્રહ્માંડને ભેગું – એક રાખે છે. આ બુદ્ધિજીવિતા સર્જન માટેનું ગર્ભાશય છે. આ બુદ્ધિજીવિતાના ગર્ભાશયમાં તમામ સર્જનો થતા રહે છે અને તે તમારા માટે કે તમને નકારતી નથી. તેના સુધીની પહોંચ – શોધ કોઇ પણ રીતે રૂંધી નંખાયેલી કે કેદ કરાયેલી હોતી નથી, તમે ક્યારેય તેના તરફ, કાંઇક પામવા કે પામ્યા પછીની સ્વીકૃતિના સ્વરૂપે નજર માંડી હોતી નથી.

તમે તમારા જીવનના સ્વરૂપ, શરીર, લાગણી, તમારા હોર્મોન સહિતના સૂક્ષ્મ પરિબળો પૂરતાં જ ગૂંચવાયેલા રહીને તેમાં જ તમે લીન રહો છો, પરિણામે તમને તેનાથી વિશેષ કે આગળ કાંઇક જોવાની, ઉપરનીચે નજર માંડવાની તમને તમા જ નથી. બ્રહ્માંડમાં ઘણી બધી અદભૂત બાબતો અત્યંત ચમત્કારિક અને અદભૂત રીતે થતી જ હોય છે, પરંતુ તમારા મગજમાં ફરતા રહેતા વિચારોનો કીડો તમને સતત નાનકડા વર્તુળમાં જ જકડેલા રાખે છે અને તેને માયા કહે છે.
માયાનો અર્થ એવો નથી કે બીજું કોઈ અસ્તિત્વ હયાત નથી. આ તો તેવું છે કે, જ્યારે કાંઇક અદભુત થતું હોય છે ત્યારે તમને જકડી રાખતી નાની નાની બાબતો તમને એવી અનુભૂતિ કરાવે છે આવી નાની નાની ક્ષુલ્લક બાબતો સિવાય બીજું અદભુત કાંઇ થતું જ નથી તેટલું જ નહીં આવી નાની નાની બાબતો જ બીજા બધા કરતાં વાસ્તવિક અને સાચી છે. આકાશનો સહકાર પામવાની એક સીધીસાદી પદ્ધતિ – પ્રક્રિયા તમે પણ કરી શકો છો. સૂર્યોદય બાદ અને સૂર્ય ક્ષિતિજથી ઉપર 30 ડિગ્રીનો ખૂણાને વટાવે તે પહેલાં આકાશ તરફ નજર માંડો અને પછી તમે આજે જ્યાં છો તે માટે આભારની લાગણીરૂપે નીચા નમો, સૂર્ય ક્ષિતિજની 30 ડિગ્રીના ખૂણાને વટાવી જાય તે પછી દિવસમાં ગમે ત્યારે આકાશ તરફ નજર માંડીને આભારની અભિવ્યક્તિરૂપે નીચા નમો. સૂર્યાસ્ત પછી પણ આવું કરો. ઉપર ભગવાન છે માટે તેના તરફ આવું કરવાનું નથી. તમે જે સ્થળે છો તે સ્થળને જકડી રાખતા ખાલી આકાશ – અંતરિક્ષ પ્રતિ અહોભાવરૂપે આમ કરવાનું છે, જો તમે આમ કરશો તો તમારા જીવનમાં નાટ્યાત્મક બદલાવ આવશે. જો તમે સભાનપણે દિવસમાં ત્રણ વખત આવું કરશો અને જો આકાશનો સહકાર તમને મળી ગયો તો તમારૂં જીવન નાટ્યાત્મક ઢબે બદલાશે.

– Isha Foundation