ડોનાલ્ડ ટ્રમ્પ

ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન શ્રી થાનેદારે હાઉસમાં “મેન્ટલ હેલ્થ કેર પ્રોવાઇડર રીટેન્શન એક્ટ ઓફ 2024” બિલ રજૂ કર્યું છે. અમેરિકન સર્વિસ મેમ્બરો નિવૃત્તિના સમયમાં સતત સારવાર મેળવી શકે તે હેતુથી આ બિલ રજૂ કર્યું છે. રીપ્રેઝન્ટેટિવ શ્રી થાનેદારે જણાવ્યું હતું કે, “આપણા સર્વિસ મેમ્બર્સ અને વડિલો સામાન્ય લોકોની સરખામણીએ અપ્રમાણસર દરે માનસિક આરોગ્યની સમસ્યાઓ અનુભવી રહ્યા છે. આપણી સેનાના ભૂતપૂર્વ અને વર્તમાન સૈનિકોને અસર કરતા માનસિક આરોગ્યની સારવારમાં મદદ કરવા માટે તાત્કાલિક કાયદાકીય પગલા લેવાની જરૂરિયાત છે.” આ પ્રસ્તાવિત બિલ સર્વિસ મેમ્બર્સને સતત માનસિક આરોગ્યની સારવારની તાત્કાલિક જરૂરિયાતને પૂર્ણ કરશે. ખાસ તો સેનામાંથી સામાન્ય નાગરિક જીવનમાં તેમના પ્રવેશ દરમિયાન, નિવૃત્ત સૈનિકો દ્વારા અનુભવાતા માનસિક આરોગ્યના પડકારોને ઘટાડવાનો હેતુ છે.

LEAVE A REPLY