(ANI Photo)

IPLની આ સિઝનમાં શાનદાર ફોર્મ સાથે પ્રભાવશાળી દેખાવ કરી ચૂકેલા ગુજરાત ટાઈટન્સના ઓપનર શુભમન ગિલે પ્રથમ ક્વોલિફાયર-1 મેચમાં ગયા સપ્તાહે મંગળવારે (23 મે) ચેન્નઈ સુપર કિંગ્સ સામે 38 બોલમાં 42 રન કરવા દરમિયાન એક વિશિષ્ટ સિદ્ધિ મેળવી હતી. આઈપીએલના લગભગ 15 વર્ષના ઈતિહાસમાં એકમાત્ર વિરાટ કોહલીએ જ આવી સિદ્ધિ હાંસલ કરી છે. 

શુભમને આ વર્ષે આઈપીએલમાં ક્વોલિફાયર વન સુધીમાં સાતસો રન પુરા કર્યા હતા. અત્યાર સુધીમાં ફક્ત વિરાટ કોહલીએ આનાથી વધુ રન 2016માં કર્યા હતા.  સિવાય બીજો કોઈ ભારતીય બેટ્સમેન સ્પર્શી શક્યો નથી. 23 મેની મેચના અંતે ગિલે 15 મેચમાં 722 રન 60.16 ની એવરેજથી કર્યા હતા. તેમાં બે સદી અને ચાર અડધી સદીનો સમાવેશ થતો હતો. ગિલ પહેલા 700ના આંકડા સુધી ફક્ત ચાર બેટ્સમેન પહોંચી શક્યા હતા. વિરાટ કોહલીએ 2016માં 973, જોસ બટલરે 2022માં 863, ડેવિડ વોર્નરે 2016માં 848 અને કેન વિલિયમસને 2018માં 715 રન કર્યા હતા. 

LEAVE A REPLY

nineteen − 8 =