વોટફર્ડ સ્થિત ફાર્માસ્યુટિકલ કંપની સિગ્મા ફાર્માસ્યુટિકલ્સે પોતાની આ વર્ષની પસંદગીની ચેરિટી –  સિટીઝન્સ એડવાઈઝ વોટફર્ડ માટે £20,000 એકત્ર કર્યા છે.  દક્ષિણ આફ્રિકાના સન સિટીમાં તેમની વાર્ષિક કોન્ફરન્સ દરમિયાન આ યોગદાન ઉભુ કરાયું હતું.

સિટિઝન્સ એડવાઈઝ બ્યુરો વોટફર્ડમાં મફત, એક્ક્લુસિવ અને નિષ્પક્ષ સલાહ સહિત મહત્વપૂર્ણ સેવાઓ આપે છે અને દર વર્ષે આશરે 8,000 વ્યક્તિઓને ટેકો આપે છે, જેમાંથી ઘણા લોકોની પરિસ્થિતિ ગંભીર હોય છે.

સિગ્માના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. ભરત શાહ OBEએ જણાવ્યું હતું કે  “અમે સિટીઝન્સ એડવાઈસ વોટફર્ડને ટેકો આપતા આનંદ અનુભવીએ છીએ. ઘણા લોકોના જીવન પર ચેરિટી ઊંડી અસર કરે છે. અમે જોયું છે કે તેમની નિષ્ણાત ટીમ દિવસ-રાત કેવી રીતે કામ કરે છે, તેઓ એવા લોકોને મદદ કરે છે જેઓ બીજે ક્યાંય જઇ શકતા નથી. આવા લોકો જે સમર્થન અને સેવાઓ માટે હકદાર છે તે સિટીઝન્સ એડવાઈસ વોટફર્ડ સુનિશ્ચિત કરે છે.”

સિગ્મા ફાર્માસ્યુટિકલ્સ આખા વર્ષ દરમિયાન સિટીઝન્સ એડવાઈસ વોટફર્ડને પોતાનું સમર્થન આપવાનું ચાલુ રાખશે અને અન્ય લોકોને પણ આર્થિક યોગદાન દ્વારા અથવા તેમની સમર્પિત સ્વયંસેવક ટીમનો ભાગ બનીને સિટિઝન્સ એડવાઈઝ વોટફર્ડને સમર્થન આપવા માટે પ્રોત્સાહિત કર્યા છે.

સિટીઝન્સ એડવાઈઝ વોટફર્ડના ચીફ ઓફિસર એમ્મા બર્ગમે કહ્યું હતું કે “અમે સિગ્મા ફાર્માસ્યુટિકલ્સના ડૉ. ભરત શાહ અને દરેકના ખૂબ આભારી છીએ. તેમના સમર્થકોની ઉદારતા અમને અમારા દરવાજા ખુલ્લા રાખવામાં અને અમારી ફોન લાઇનને સંચાલિત કરવામાં મદદ કરશે. અમારું માનવું છે કે કોઈએ એકલા જ સમસ્યાઓ અને કટોકટીનો સામનો કરવો ન જોઈએ.”

LEAVE A REPLY

twenty + fourteen =