સિગ્મા ફાર્માસ્યુટિકલ્સે 2024ની લંડન મેરેથોન ચેરિટી રન દરમિયાન ‘ટીમ જ્યોર્જ’ માટે £52,000થી વધુ રકમ એકત્ર કરવામાં મુખ્ય ભાગ ભજવ્યો હતો. સિગ્માના ફાઇનાન્સિયલ ડાયરેક્ટર ભાવિન શાહે 50,000 સ્પર્ધકો સાથે 26.2-માઇલ (42.16 કિલોમીટર)ની રેસ 5 કલાક અને 33 મિનિટમાં પૂરી કરી હતી.

એકત્ર કરાયેલા નાણાં યુવાન જ્યોર્જ બ્રેસી માટે ગ્રેટ ઓરમંડ સ્ટ્રીટ હોસ્પિટલની સાર-સંભાળને ટેકો આપશે, જેઓ 3 ઓગસ્ટ 2023થી રેબડોમ્યોસારકોમા નામની બીમારી સામે લડી રહ્યા છે.

શ્રી ભાવિન શાહે કહ્યું હતું કે “અમે જ્યોર્જના સમર્થકોની દયા અને ઉદારતાથી પ્રભાવિત થયા હતા.”

સિગ્માના સહ-સ્થાપક ડૉ. ભરત શાહ CBEએ જણાવ્યું હતું કે, “વ્યક્તિગત સ્તરે મને મારા ભત્રીજા ભાવિન પર ગર્વ છે કે જેણે આ યોગ્ય કારણને પોતાની પાંખ હેઠળ લીધું અને તેને એટલી કાર્યક્ષમતાથી પ્રસિદ્ધ કર્યું કે આ ચેરિટેબલ પ્રોજેક્ટની સંભાવના અમારી બધી કલ્પનાઓ કરતાં ઘણી વધી ગઈ છે.”

આ ભંડોળ કિંગ્સ કોલેજ હોસ્પિટલ ચેરિટી, સેન્ટ મેરી હોસ્પિટલ, એલિસ આર્ક અને ગ્રેટ ઓરમંડ સ્ટ્રીટ હોસ્પિટલને મદદ કરશે, જે સમાન પડકારોનો સામનો કરી રહેલા ભવિષ્યના બાળકો અને માતાપિતાને મદદ કરશે.

સિગ્મા ફાર્માસ્યુટિકલ્સ, વોટફોર્ડ સ્થિત ફાર્માસ્યુટિકલ કંપની છે.

LEAVE A REPLY

2 × 3 =