Sonakshi will try her luck in a Telugu film
(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના પ્રેમ પ્રકરણની અટકળો ઘણા સમયથી થઇ રહી છે. સોનાક્ષી અત્યાર સુધી આવા કોઇ સંબંધોનો ઇનકાર કરતી આવી છે, પરંતુ સોનાક્ષી સિન્હા બર્થ ડેના ચાર દિવસ બાદ ઝહીર ઈકબાલે જે પોસ્ટ શેર કરી છે, તેનાથી તેમની વચ્ચે ખરેખર શું રંધાઈ રહ્યું છે તેની પોલ છતી થઈ હોય તેમ લાગે છે.

ઝહીરે સોનાક્ષીને બર્થ ડે વિશ કરતાં ‘આઈ લવ યુ’ કહ્યું છે, તો સોનાક્ષી સિન્હાએ પણ ‘લવ યુ’ કહીને તેને જવાબ આપ્યો છે. 35 વર્ષીય સોનાક્ષીએ 2010માં સલમાન ખાનની ફિલ્મ ‘દબંગ’ ફિલ્મથી બોલિવૂડ એન્ટ્રી કરી હતી. ઝહીરની વાત કરીએ તો તે જ્વેલર્સ પરિવારમાંથી આવે છે. નાનપણથી જ ઝહીરના પરિવાર તથા સલમાન વચ્ચે સારા સંબંધો છે. સલમાન ખાનની ફિલ્મ ‘નોટબુક’થી 2019માં ઝહીરે બોલિવૂડમાં પદાર્પણ કર્યું હતું.