Sridevi's film will be screened in China

જુના જમાનાની સ્વ. પીઢ અભિનેત્રી શ્રીદેવીએ તેના ચાહકોમાં અનોખું સ્થાન મેળવ્યું છે. પોતાની કારકિર્દી દરમિયાન શ્રીદેવીએ અનેક યાદગાર ફિલ્મો આપી છે, તેમના એક્ટિંગ ટેલેન્ટ અને ડાન્સ સ્કિલના ચાહકો દિવાના હતા. શ્રીદેવીની કમબેક ફિલ્મ ગણાતી સુપરહિટ ફિલ્મ ‘ઇંગ્લિશ-વિંગ્લિશ’ ભારતીય સિનેમાઘરોમાં હિટ ગઇ હતી અને હવે આ ફિલ્મને ચીનમાં રિલીઝ કરવાની તૈયારી થઈ રહી છે. અનેક ભારતીય ફિલ્મો વિદેશી બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરી ચૂકી છે આ કારણે જ ‘ઇંગ્લિશ-વિંગ્લિશ’ને 24 ફેબ્રુઆરીએ ચીનમાં રિલીઝ કરવામાં આવી રહી છે.

વર્ષ 2012ની બ્લોક બસ્ટર અને અનેક એવોર્ડ જીતનારી આ ફિલ્મને મેઈનલેન્ડ ચીનના વિવિધ થીયેટર્સની 6,000 સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવી રહી છે. ‘ઈંગ્લિશ-વિંગ્લિશ’ સાથે શ્રીદેવીએ 15 વર્ષ પછી ફિલ્મોમાં ડેબ્યુ કર્યું હતું અને તેમના કમબેકને શાનદાર રિસ્પોન્સ મળ્યો હતો. જેમાં શ્રીદેવીએ સંવેદનશીલ મહિલાનું કેરેક્ટર ભજવ્યું હતું જેની તેના પરિવારમાં સતત અવગણના કરવામાં આવે છે અને હિંમતભેર પરિસ્થિતિનો સામનો કરીને મૌન રહીને પોતાનું અસ્તિત્વ અને મહત્વ સાબિત કરે છે.

ઈરોઝ ઈન્ટરનેશનલ દ્વારા પ્રોડ્યુસર કરવામાં આવેલી આ ફિલ્મની ચીનમાં રિલીઝ અંગે કંપનીના સીઓઓ કુમાર આહુજાનું કહે છે કે, અમે ફિલ્મની રિલીઝને લઈને અમે ઉત્સાહિત છીએ. શ્રીદેવીજીએ આ ફિલ્મમાં તેમનું અનોખું પરફોર્મન્સ આપ્યું હતું અને વૈશ્વિક સ્તરે ફિલ્મ અને તેમની પ્રશંસા થઈ હતી. ચીનના દર્શકોને તેમના સાથે પરિચિત થવાની આ આકર્ષક તક છે. ‘ઈંગ્લિશ-વિંગ્લિશ’ ફિલ્મનું દિગ્દર્શન ગૌરી શિંદેએ કર્યું હતું.

LEAVE A REPLY

5 × 2 =