સદગુરુ સાથે સંવાદ

સવાલ : કોર્પોરેટ સેક્ટરમાં શું નફા પાછળની દોટ ટેન્શન પેદા કરે છે?
સદગુરુ: પ્રશ્ન એ નથી કે નફા પાછળની દોટ અથવા તમે જે કામ કરી રહ્યા છો તે કામનો પ્રકાર ટેન્શન ઉભું કરવાનું કારણ બને છે; વાત ફક્ત એટલી છે કે તમે એ જાણતા જ નથી કે આંતરિક રીતે સરળતાપૂર્વક કામ કેવી રીતે કરી શકાય. તમારી પોતાની સિસ્ટમ પર તમારું કોઈ નિયંત્રણ નથી. તેથી જ તમે ટેન્શનમાં રહો છો. શું તમે જોયું છે કે ઘણી પરિસ્થિતિઓમાં, એક વ્યક્તિ ખૂબ જ ટેન્શનમાં હોય છે, તો બીજી વ્યક્તિ એવી જ સ્થિતિમાંથી સહેલાઈથી પસાર થતી જણાય છે? તેથી બહારની પરિસ્થિતિને કારણે ટેન્શન થતું જ નથી. તમારી આંતરિક પરિસ્થિતિ સંભાળવામાં તમારી અસમર્થતાને કારણે જ ટેન્શન ઉભું થાય છે. જો તમારું મન, શરીર અને શક્તિઓ તમારી પાસેથી સૂચનાઓ લેતા હોય અને તમે જે રીતે ઇચ્છતા હોય તે રીતે જે એ બધા વર્તે, તો તમે તમારી આસપાસ જે કંઈ પણ થઈ રહ્યું હોય તેનાથી

તમને ટેન્શન થશે જ નહીં, ખરૂ ને?

તમારું તન, મન, લાગણીઓ અને શક્તિઓ એ વાહનો છે જેમાં તમે તમારી જીવનમાં યાત્રા આગળ ધપાવવા પ્રયાસ કરો છો. તેના વિશે કોઈ સમજ, નિયંત્રણ અથવા વ્યક્તિલક્ષી અનુભવ વિના, તમે તમારું જીવન જીવવાનો પ્રયાસ કરી રહ્યાં છો. આ એક આકસ્મિક અસ્તિત્વ છે. તમે આકસ્મિક રીતે અસ્તિત્વમાં હોવ, ત્યારે તમે જીવનમાં ક્યાંક મેળવવાનું મેનેજ કરી શકો છો, તો તે ફક્ત આકસ્મિક જ હશે. તેથી તમારે આ વિશે કંઈક કરવાની જરૂર છે; તમારે આ ચારને સમજવાની જરૂર છે. જો આવું નહીં થાય, તો તમારૂં જીવન આકસ્મિક રીતે જ જીવશો. તમે હંમેશા આશા રાખતા હશો કે પરિસ્થિતિઓ સારી રહે.

જો તમે તમારા જીવનનો વ્યાપ અને કાર્યક્ષેત્ર વધુ વિસ્તૃત કરવા માંગતા હો, જો તમે પડકારજનક પરિસ્થિતિઓ ઈચ્છતા હો, તો તમારે તમારી કાર્ય કરવાની રીત વિશે કંઈક કરવું પડશે. પડકારજનક પરિસ્થિતિઓનો અર્થ એ છે કે તમે એવી પરિસ્થિતિઓનો સામનો કરશો કે જેના વિશે તમને કોઈ અણસાર જ મળ્યા ના હોય. જો તમે એવા પ્રકારના વ્યક્તિ છો કે જે ટેન્શનમાં આવી જાય, તો સ્વાભાવિક રીતે તમે આ પરિસ્થિતિ ટાળવા પ્રયાસ કરશો. તમે આવી પરિસ્થિતિઓ ટાળશો, ત્યારે તમે સ્વાભાવિક રીતે તમારા વ્યવસાય માટે અને તમારા માટે તમામ સંભવિત વૃદ્ધિની તકો ટાળશો. આજે ઘણા લોકો પડકારરૂપ નોકરીઓ, મલ્ટિટાસ્કિંગ અને તેના જેવી બાબતોમાં કામ કરવા તૈયાર હોય છે પરંતુ તેમાંથી મોટા ભાગના લોકો તે પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા કુદરતી રીતે સજ્જ ન પણ હોઈ શકે. આ જ કારણે આપણે જોઈએ છીએ કે ઘણા લોકો તેમની અસરકારકતા ગુમાવતા હોય છે અને તેમની કારકિર્દી આગળ ધપાવવાની પ્રક્રિયામાં તૂટી પડતા – નાસીપાસ થઈ જતા હોય છે – આમ બર્નઆઉટ થઈ જાય છે.

આથી, જે લોકો પડકારરૂપ કાર્યો હાથમાં લેવા ઈચ્છતા હોય છે અને જેઓ પોતાના જીવનમાં સતત પડકારો શોધી રહ્યા હોય છે – કેટલીક બાબતોમાં કોર્પોરેટ સેક્ટર આવું જ હોય છે – તેઓ પોતાની જાતને આંતરિક સ્થિરતા અને આંતરિક આનંદની ભાવનાથી સજ્જ કરી શકે નહીં, તો તેઓ ભવિષ્યમાં કેટલાક સમયાંતરે તેઓ એક દુર્ઘટનારૂપ જ બની રહેવાના. તેઓ તેમની કારકિર્દીમાં સફળ હોઈ શકે છે પરંતુ મનુષ્ય તરીકે તેઓ નિષ્ફળ ગયા હશે કારણ કે તેઓ તેમના જીવનની પ્રક્રિયાનો આનંદ માણી શકતા નથી. તેઓ હવે આનંદી કે શાંતિપૂર્ણ રહ્યા નથી; તેઓ ટેન્શનયુક્ત બની ગયા છે. જો તમે ટેન્શનમાં રહો છો, તો તેનો અર્થ એ છે કે તમે પોતાના માટે જ એક રીતે નિષ્ફળતા બની રહ્યા છો, ખરૂં ને?

તમે સ્વયંને જ્યારે એટલી હદે એકાત્મ કરો કે તમારી અંદરની પાયાની ફેકલ્ટી સુંદર રીતે આંતરિક કાર્ય કરે, ત્યારે કુદરતી રીતે જ તમારી શ્રેષ્ઠ આંતરિક ક્ષમતાઓ બહાર આવશે. તમે એ બાબતની નોંધ લીધી છે કે, તમે ખુશ હો ત્યારે તમારામાં જાણે શક્તિ – ઉર્જાનો અખૂટ ભંડાર હોય એ રીતે તમારી શક્તિઓ સારી રીતે કાર્યરત રહે છે. તમે ભોજન કે ઉંઘ નહીં લો તો પણ કોઈ વાંધો નથી આવતો; તમે સતત કાર્યરત રહી શકો છો. માત્ર થોડો આનંદ તમને તમારી ઊર્જા અને ક્ષમતાની સામાન્ય મર્યાદાઓમાંથી મુક્ત કરે છે.

યોગ તમારી આંતરિક શક્તિઓને એવી રીતે સક્રિય કરતું વિજ્ઞાન છે કે તમારું શરીર, મન અને લાગણીઓ તેમની ચરમ સીમાએ કાર્ય કરે છે. તમારું શરીર અને મન સંપૂર્ણપણે અલગ હળવાશની સ્થિતિમાં અને આનંદના ચોક્કસ સ્તરે કાર્ય કરતું હોય ત્યારે તમને ઘણી બધી વસ્તુઓમાંથી મુક્તિની અનુભૂતિ થતી હોય છે, એવી બાબતો જે મોટાભાગના લોકો માટે પીડાદાયી હોય છે. હાલમાં, તમે તમારી ઓફિસમાં આવો અને બેસો ત્યારે માથાનો દુખાવો જાણે તમારો પીછો મુકતો નથી. આ માથાનો દુખાવો કોઈ મોટી બીમારી નથી પરંતુ તે દિવસ માટે તમારી સંપૂર્ણ ક્ષમતા છીનવી લે છે; તે જાણે તમારી શક્તિઓ હણી લે છે. યોગની પ્રેક્ટિસ સાથે, તમારા શરીર અને મનને શક્ય તેટલા ઉચ્ચતમ શિખર પર રાખી શકાય છે કે તમે હંમેશા હળવા રહી શકો છો.

– Isha Foundation

LEAVE A REPLY

11 − eight =