હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેને ટોરી કોન્ફરન્સમાં કટ્ટરવાદી વલણનો પરચો આપતા તા. 3ના રોજ ચેતવણી આપી હતી કે બ્રિટન ઇમિગ્રેશનના “વાવાઝોડા”નો સામનો કરી રહ્યું છે. બ્રેવરમેન આ કોન્ફરન્સનો ઉપયોગ પોતાના માઇગ્રેશન અને અન્ય કહેવાતા “સંસ્કૃતિ યુદ્ધ”ના મુદ્દાઓ પ્રત્યેના પોતાના બેકાબૂ અભિગમને વ્યક્ત કરવા કર્યો હતો.

બ્રેવરમેને ટોરી સભ્યોને કહ્યું હતું કે “આપણા વિશ્વને પુનઃ આકાર આપતી સૌથી શક્તિશાળી ધટનાઓમાંની એક અભૂતપૂર્વ સામૂહિક સ્થળાંતર છે. બ્રિટિશ મતદારો સમજે છે કે આવતા વર્ષે ચૂંટાયેલી સરકાર તેમ થતું રોકવા માટે નિર્ણાયક રીતે કાર્ય નહિં કરે તો ભવિષ્યમાં વધુ લાખો સ્થળાંતર કરનારાઓને કિનારા પર આવી શકે છે.’’

તેમણે લેબર પક્ષને “લક્ઝરી બિલીફ્સ બ્રિગેડ”ના ભાગ રૂપ ઓળખાવી તમામ પક્ષોના ભૂતકાળના રાજકારણીઓ પર ઇમિગ્રેશનને નિયંત્રિત કરવા માટે “જાતિવાદી તરીકે કલંકિત થવા વિશે ખૂબ જ અસ્પષ્ટ” હોવાનો આક્ષેપ કર્યો હતો.

બ્રેવરમેનના ભારતીય મૂળના માતા-પિતા કેન્યા અને મોરેશિયસમાંથી 1960માં બ્રિટનમાં સ્થળાંતરિત થયા હતા. એક વર્ષ પહેલાં સુનકે તેમની નિમણૂક કરી ત્યારથી તેમણે નીતિ ક્ષેત્રે ગંભીર અભિગમ અપનાવ્યો છે. ઉપસ્થિત સભ્યોએ તેમને સ્ટેન્ડિંગ ઓવેશન આપી વધાવ્યા હતા.

લંડન એસેમ્બલીના કન્ઝર્વેટિવ સભ્ય એન્ડ્રુ બોફે તેમને “ટ્રાન્સફોબિક અને હોમોફોબિક” કહી વિરોધ કરતા તેમને હોલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

દરમિયાન, ભૂતપૂર્વ લેબર નેતા જેરેમી કોર્બીને બ્રેવરમેન પર 1960 ના દાયકાના ફાયરબ્રાન્ડ ટોરી નેતા “ઇનોક પોવેલની જેમ” અવાજ કરવાનો આરોપ મૂક્યો હતો.

LEAVE A REPLY

8 − 3 =