પ્રતિકાત્મક તસવીર (istockphoto)

હાઈ વીકમ્બના ડ્રીમ્સમાં કસ્ટમર સર્વિસ વિભાગમાં નોકરી કરતા 62 વર્ષીય સન્ની ભાયાણીએ કંપનીમાંથી રીફંડના નામે £51,794થી વધુ રકમની ચોરી કરતા તેને 8 ઓગસ્ટના રોજ એઇલ્સબરી ક્રાઉન કોર્ટમાં બે વર્ષની બે વર્ષ માટે સસ્પેન્ડેડ જેલની સજા ફટકારવામાં આવી હતી.

સરેના એડલસ્ટોનના વુડહામ લેન ખાતે રહેતા સન્નીએ ગ્રાહકોને રિફંડ આપતા હોય તે રીતે કંપનીના એકાઉન્ટમાંથી નાણાંનું રીફંડ આપતા હતા પરંતુ ખરેખર તે રકમ તેમની માલિકીના બેન્ક કાર્ડ્સમાં જમા થતી હતી.

પોલીસે જણાવ્યું હતું કે ભાયાણીએ જાન્યુઆરી 2017 થી જાન્યુઆરી 2018 વચ્ચે આ ગુના કર્યા હતા. પરંતુ છેતરપિંડીની તપાસમાં પાંચ વર્ષનો સમય લાગ્યો હતો. તેણે પદનો દુરુપયોગ કરીને છેતરપિંડીની એક કાઉન્ટનો ગુનો કબૂલ્યા પછી તેને સજા કરાઇ હતી. તેને ખર્ચ પેટે £565 ચૂકવવા અને ચોરેલી £51,794.27ની રકમ દર મહિને  £1075 લેખે ચૂકવવા આદેશ અપાયો હતો. આ ઉપરાંત તેને છ મહિના માટે કર્ફ્યુ સાથે ઇલેક્ટ્રોનિક ટેગ પહેરવા, પુનર્વસન પ્રવૃત્તિ અને 12 મહિનામાં 250 કલાકનું અવેતન કામ કરવા આદેશ આપવામાં આવ્યો હતો.

LEAVE A REPLY