કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપી મસ્જિદનું દૃશ્ય. (ANI ફોટો)

સુપ્રીમ કોર્ટે વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલી જ્ઞાનવાપી મસ્જિદ મંદિર સંકુલમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ના સર્વે પર સોમવારે સ્ટે મૂક્યો હતો. સર્વોચ્ચ અદાલતે 26 જુલાઈના રોજ સાંજે 5 વાગ્યા સુધી જ્ઞાનવાપી મસ્જિદ સંકુલના ASI સર્વે પર સ્ટે મૂક્યો હતો. આ મસ્જિદ એક મંદિર તોડીને બાંધવામાં આવી છે કે નહીં તે નક્કી કરવા માટે સરવે ચાલુ થયો હતો.

અગાઉ વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટે ગુરુવારે સમગ્ર જ્ઞાનવાપી મસ્જિદ પરિસરના “વૈજ્ઞાનિક સર્વેક્ષણ”ને મંજૂરી આપી હતી. કોર્ટે શિવલિંગ મળી આવ્યો હોવાનો હિન્દુ પક્ષે દાવો કર્યો છે તે બેરિકેડેડ ‘વઝુખાના’ના સરવેની મંજૂરી આપી ન હતી. કોર્ટે ASIને 4 ઓગસ્ટ સુધીમાં તેનો સાયન્ટિફિક રિપોર્ટ રજૂ કરવા કહ્યું હતું.

આ કેસમાં હિન્દુ અરજદારોનો દાવો છે કે હાલમાં જ્ઞાનવાપી મસ્જિદ છે ત્યાં અગાઉ ભગવાન શિવનું મંદિર હતું. મુસ્લિમ પક્ષે સરવેનો વિરોધ કરતા હતો, તેથી કોર્ટના ચુકાદાથી મુસ્લિમ પક્ષને ફટકો પડ્યો હતો.

વારાણસીની 4 મહિલાઓ વતી આ માંગણી કરવામાં આવી છે, જેમના નામ છે- લક્ષ્મી દેવી, સીતા સાહુ, મંજુ વ્યાસ અને રેખા પાઠક. આ મહિલાઓએ 16 મેના રોજ જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં અરજી કરી હતી અને વિનંતી કરી હતી કે તમામ વિસ્તારોનો સર્વે કરવામાં આવે.

LEAVE A REPLY