શ્રી સ્વામિનારાયણ મંદિર કિંગ્સબરી દ્વારા ઇસ્ટર પ્રસંગે સમાજના સૌથી વધુ નબળા લોકોને દાન આપીને સમુદાયની સાચી ભાવનાના દર્શન કરાવ્યા હતા. મંગળવાર 28મી માર્ચ 2023ના રોજ, મંદિરના સ્વયંસેવકોએ 200થી વધુ સ્ટેશનરી ગિફ્ટ પેક અને ઇસ્ટર એગ્સ નોહસ આર્ક ચિલ્ડ્રન્સ હોસ્પાઇસ, ધ KEF કિડ્સ સેન્ટર, વ્હિટિંગ્ટન ચિલ્ડ્રન્સ હોસ્પિટલ અને ઇસ્લિંગ્ટન કોમ્યુનિટી નર્સિંગ ટીમ તથા બાળકોની હોસ્પિસ અને હોસ્પિટલોમાં પહોંચાડ્યા હતા.

બિસ્કીટ, ચોકલેટ અને ઇસ્ટર એગ્સ ધરાવતા 6 મોટા ઇસ્ટર હેમ્પર્સ સેન્ટ લ્યુક્સ હોસ્પાઇસ, MHA રિવરવ્યુ લોજ, નાઈટ્સ કોર્ટ કેર હોમ અને એશ્ટન લોજ કેર હોમને દાન કરાયા હતા. બાળકો, પરિવારો અને વૃદ્ધોના જીવનમાં પ્રકાશ લાવવામાં મદદ કરવા આ દરેક હેમ્પર્સ અને ગિફ્ટ પેક ગુરુ અને આચાર્ય સ્વામીજી મહારાજના ઉપદેશ “સોસાયટી બીફોર સેલ્ફ”થી પ્રેરિત મંદિર સમુદાયના સભ્યો દ્વારા ઉદારતાથી દાન કરવામાં આવ્યા હતા. નોહાસ આર્કે મંદિરનો આભાર માન્યો હતો.

LEAVE A REPLY