Getty Images)

ભારત અને સ્વિત્ઝર્લેન્ડનાં ટેક્સ અધિકારીઓએ એવા ટ્રસ્ટોની ઓળખ કરી છે કે જે કરચોરીનાં સુરક્ષીત આશ્રય સ્થાનવાળા દેશોમાં સ્થિત એકમોની જાળ પાથરીને ગેરકાયદેસર નાણા છુપાવે છે.
એવા એકમોને સ્વિત્ઝર્લેન્ડ ટેક્સ ઓથોરીટીએ નોટીસો જારી કરી છે, સ્વિત્ઝર્લેન્ડનાં ટેક્સ અધિકારી એવા ભારતીય વ્યક્તિઓની બેંક જાણકારી ભારતનાં ટેક્સ અધિકારીઓને આપી રહ્યા છે, જે ટેક્સ ચોરી કરી અહીંથી બહાર ભાગી ગયા છે.
સ્વિત્ઝર્લેન્ડનાં સરકારી રાજપત્રમાં છેલ્લા એક મહિના દરમિયાન પ્રકાશિત નોટીસો પ્રમાણે કેટલાક બિઝનેશમેન સહીત એવી ઘણી વ્યક્તિઓ કેમૈન આઇલેન્ડ સ્થિત ટ્રસ્ટો અને કંપનીઓને કહ્યું કે જો તે ભારતની સાથે બેંક માહિતી વહેચવા વિરૂધ્ધ અપિલ કરવા માગે છે તે પોતાના પ્રતિનિધીની નિમણુક કરે.
કેમેન આઇલેન્ડ્સ, પનામા,અને બ્રિટિશ વર્જીન આઇલેન્ડ જેવા સ્થાનો પર બનાવવામાં આવેલા ટ્રસ્ટોને સામાન્ય રીતે કરચોરીનો માર્ગ માનવામાં આવે છે. આ નોટીસોમાં જે ઉદ્યોગપતિઓનાં નામ છે તેમાં અતુલ પુંજ, ગૌતમ ખેતાન, સતીશ કાલરા, વિનોદ કુમાર ખન્ના, દુલ્લાભાઇ કુંવરજી વાઘેલા, રીનાબેન દુલ્લાબેન કુંવરજી વાઘેલા, અને બળવંત કુમાર દુલ્લાભાઇ વાઘેલાનો સમાવેશ થાય છે.
કેટલીક નોટીસોમાં જે વ્યક્તીઓનાં નામ છે તે પહેલા જ મરી ચુક્યા છે, આ પરીસ્થીતીમાં ખાતાધારકો તેમના પરિવારજનોનેને નોટીસોનો જવાબ આપવાનું કહેવામાં આવ્યું છે.
આ નોટીસોમાં કેમૈન આઇલેન્ડનાં જ ટ્રસ્ટોનાં નામ છે તેમાં ડી પી દેવી ચિલ્ડ્રન્સ ટ્રસ્ટ, ડી પી દેવી ટ્રસ્ટ, વિનોદ ટ્રસ્ટ, અને ધ અગ્રવાલ ફેમીલી ટ્રસ્ટનો સમાવેશ થાય છે,કેમૈન આઇલેન્ડ્સ સ્થિત દેવી લિમિટેડ તથા ભારત સ્થિત અધી એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડ સહિત અન્ય કંપનીઓને નોટીસ મોકલવામાં આવી છે. એવી શંકા છે કે આ ટ્રસ્ટનો ઉપયોગ કરીને કેટલાક નેતાઓએ પોતાના ગેરકાયદેસર નાણા રિયલ એસ્ટેટ.ઘરેણા અને ઝવેરાત,નાણાકીય સેવાઓ, જેવા ક્ષેત્રોમાં લગાવ્યું છે. સ્વિત્ઝર્લેન્ડની સરકારે આવા કરચોરોનાં આશ્રયસ્થાન તરીકેની પોતાના દેશની છબીને બદલવા માટે કેટલાક વર્ષોથી ઘણા સુધારા કર્યા છે, તે આ અંગે સમજુતી-કરારો દ્વારા વિવિધ દેશો સાથે શંકાસ્પદ વ્યક્તિઓ સંબંધીત બેંકિંગ માહિતીઓ આપવાની વ્યવસ્થા કરવાના કાર્યમાં જોડાઇ ગઇ છે.
સ્વિત્ઝર્લેન્ડે તાજેતરમાં કેટલાક દેશોને માહિતી આપવાની પ્રક્રિયા ઝડપી બનાવી છે, ભારતમાં કાળાનાણાનાં મામલો રાજકીય રીતે ખુબ જ સંવેદનશીલ છે.સ્વિત્ઝર્લેન્ડનાં અધિકારીઓએ માર્ચ મહીનાથી અત્યાર સુધીમા લગભગ 3500 ભારતીય ખાતાધારકોને નાટીસ જારી કરી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે સ્વિત્ઝર્લેન્ડને તેની બેંકોમાં ખાતા ધરાવતા ગ્રાહકોની ગુપ્તતા જાળવી રાખવાનાં કારણે એક મોટા ઇન્ટરનેશનલ ફાયનાન્સિયલ સેન્ટર તરીકે ઓળખવામાં આવે છે. જો કે હવે વૈશ્ચિક દબાણનાં કારણે આ ગુપ્તતાની આ દિવાલ તુટી રહી છે.