દેશમાં 10 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી છે ત્યારે બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી લાલબાગ વર્કશોપમાં ગણેશજીની મૂર્તિ લેવા આવી હતી. (PTI Photo)

દેશમાં 10 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી છે ત્યારે બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી લાલબાગ વર્કશોપમાં ગણેશજીની મૂર્તિ લેવા આવી હતી. બાપ્પાને ઘરે લઈ જવા આવેલી શિલ્પાના ચહેરા પર સ્માઈલ હતી અને તેણે ગણપતિજીની મૂર્તિ સાથે ફોટોગ્રાફર્સને પોઝ આપ્યો હતો.

ગણેશોત્સવને બોલિવુડ સેલેબ્સ ધામધૂમથી ઉજવે છે અને હવે તહેવાર નજીક આવી ગયો છે ત્યારે સેલેબ્સે તૈયારીઓ શરૂ કરી દીધી છે. બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી દર વર્ષે પોતાના ઘરે ગણપતિજીની મૂર્તિ લાવે છે. ગણેશોત્સવે દર વર્ષની જેમ શિલ્પા શેટ્ટી આ વખતે પણ પોતાના ઘરે ગણપતિજીને લઈ આવી છે. શિલ્પા શેટ્ટીનો પરિવાર હાલ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે તેમ છતાં તેણે પરંપરા તોડી નથી. શિલ્પા શેટ્ટીનો પતિ રાજ કુંદ્રા અશ્લીલ ફિલ્મો બનાવાના કેસમાં જેલમાં બંધ છે તેમ છતાં શિલ્પાએ ઉલ્લાસથી પોતાના ઘરે વિઘ્નહર્તાનું સ્વાગત કર્યું છે.

પતિ રાજ કુંદ્રાની ધરપકડના ખાસ્સા દિવસો સુધી કામથી અળગી રહેલી શિલ્પાએ બે અઠવાડિયા પહેલા જ શૂટિંગ ફરી શરૂ કર્યું છે. રિયાલિટી શો ‘સુપર ડાન્સર’માં જજ તરીકે જોવા મળતી શિલ્પાનું સેટ પર ટીમે ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. જેના કારણે શિલ્પા ભાવુક થઈ હતી. હાલમાં જ કોરિયોગ્રાફર અને ડાયરેક્ટર ફરાહ ખાન ‘સુપર ડાન્સર’ના સેટ પર મહેમાન બનીને આવી હતી ત્યારે શિલ્પાએ તેની સાથે ડાન્સ પણ કર્યો હતો.