Getty Images)

આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાવાનો હતો તે ટી-20 ક્રિકેટ વર્લ્ડ કપ આખરે એક વર્ષ માટે પાછો ઠેલાયો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલના ગવર્નિંગ બોર્ડની સોમવારે (20 જુલાઈ) ટેલિકોન્ફરન્સિંગ દ્વારા મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. કોરોનાવાઈરસના રોગચાળાના કારણે ઓસ્ટ્રેલિયામાં રમાનારી આ ટૂર્નામેન્ટ ઉપર અનિશ્ચિતતાના વાદળો ઘેરાયેલા હતા.

ICCએ પુરૂષોની ક્રિકેટની આગામી મહત્ત્વની સ્પર્ધાઓ માટે નક્કી કરેલા હંગામી કાર્યક્રમ પ્રમાણે ટી-20 વર્લ્ડ કપ ઓક્ટોબર-નવેમ્બર 2021માં રમાશે, જેમાં 14 નવેમ્બર 2021ના રોજ ફાઈનલ હશે. પુરુષોની ટી-20 વર્લ્ડ કપ સ્પર્ધા જે મૂળભૂત રીતે 2021માં રમાવાની હતી તે હવે ઓક્ટોબર-નવેમ્બર 2022માં રમાશે અને 13મી નવેમ્બરે ફાઈનલ હશે. જ્યારે 50 ઓવર્સની વન-ડે ઈન્ટરનેશનલ્સની વર્લ્ડ કપ, જે ભારતમાં માર્ચ-એપ્રિલ 2023માં રમાવાની હતી, તે હવે ઓક્ટોબર – નવેમ્બર 2023માં રમાશે.