Getty Images)

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની શરૂઆતની 8 ટીમોમાંથી એક ડેક્કન ચાર્જર્સ (DC)ને ગેરકાયદે ટર્મિનેટ કરવાનું BCCIને મોંઘું પડ્યું છે. આ કેસમાં કોર્ટે આર્બિટ્રેટર નિયુક્ત કર્યા હતા. લવાદે BCCIની વિરુદ્ધ આપેલા ચુકાદામાં બોર્ડને 4800 કરોડની પેનલ્ટી ફરમાવી છે. DCની માલિકી પહેલા ડેક્કન ક્રોનિકલ્સ હોલ્ડિંગ્સ (DCHL) પાસે હતી.
આ કેસ 2012નો છે.

ત્યારે હૈદરાબાદ સ્થિત મીડિયા જૂથે BCCIના IPLમાંથી DCને હટાવવાના નિર્ણયને પડકાર્યો હતો. 15 સપ્ટેમ્બર 2012ના રોજ બોર્ડે ગવર્નિંગ કાઉન્સિલની તાકીદની બેઠક બોલાવી હતી અને ડેક્કન ચાર્જર્સને IPLથી હટાવી દીધી હતી. ત્યારે બોર્ડે કહ્યું હતું કે, પ્લેયર્સને સેલેરી આપી નથી, તેમજ 4 હજાર કરોડ માર્કેટમાંથી ઉધાર લીધા છે. હાઈકોર્ટે ત્યારે DCHLને 10 દિવસમાં 100 કરોડની બેન્ક ગેરેન્ટી આપવા કહ્યું હતું.

DCHLએ આ નિર્ણયની વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી. ડેક્કન ચાર્જર્સને લીગમાંથી હટાવ્યા બાદ બોર્ડે હૈદરાબાદ ફ્રેન્ચાઇઝ માટે બિડ્સ મંગાવી હતી, જેમાં સન ટીવી નેટવર્કના કલાનિધિ મારન સફળ રહ્યા હતા. હાઈ કોર્ટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ સી. કે. ઠક્કરને 8 વર્ષ પહેલાં આર્બિટ્રેટર તરીકે નિયુક્ત કર્યા હતા. ગયા સપ્તાહે ઠક્કરે નિર્ણય DCHLની તરફેણમાં આપ્યો હતો. BCCIએ સપ્ટેમ્બરના અંત સુધીમાં પૈસા ચૂકવવાના રહેશે.